الجمعة، 5 مايو 2023

ખેડૂતો માટેનું સબસિડીવાળું યુરિયા બ્લેકમાં વેચવાનું કૌભાંડ; નારોલના ગોડાઉન પર સ્ટેટ મોનિટરિંગની રેડ | Scam of selling subsidized urea for farmers in black; Red of state monitoring at Narol's godown | Times Of Ahmedabad

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સન્માઇકા-ડેનિમ કંપનીઓને યુરિયા વેચાતું હતું

સરકાર દ્વારા ખેડૂતોને સબસિડીમાં માત્ર 8 રૂપિયામાં આપવામાં આવતું યુરિયા ખાતર રૂ.40થી 45મા ફેકટરીઓને વેચવાનું કૌભાંડ પકડાયુ છે. નારોલના એક ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે યુરિયા ખાતરની 250 બેગ તેમજ એક આઈસર સાથે 7 આરોપીને ઝડપી લીધા હતા. સનમાઈકા અને ડેનિમની ફેકટરીઓમાં આ યુરિયા ખાતર સપ્લાય થતું હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે નારોલમાં આવેલા આસ્મી સ્પેશિયાલીટીઝ ગોડાઉનમાં દરોડો પાડી અન્ય બેગમાં પેક કરીને રાખેલા યુરિયા ખાતરની 250 બેગ કે જેમાં 11,250 કિલો ગ્રામ યુરિયા ખાતર હતું, જેની કિંમત રૂ. 6.37 લાખ થાય છે. તે મળી આવ્યું હતું.

ગોડાઉનના મેનેજર સેંઘાભાઈ દેસાઈ, કુલદીપસિંહ ગોહિલ અને મજૂરો સહિત 7ને ઝડપી લઈ 26.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસનું કહેવું છે કે, સરકાર ખેડૂતોને સબસિડીમાં માત્ર 8 રૂપિયામાં આ ખાતર આપે છે. આ લોકો તે જ ખાતર ખેડૂતો તેમજ અન્ય વેપારીઓ પાસેથી મેળવી લઈ સનમાઈકા તેમજ ડેનિમ કંપનીઓમાં રૂ.40 થી 45 માં વેચતા હતા. આ કૌભાંડ હર્ષ ગોયલ ચલાવતો હતો. પરંતુ પોલીસે રેડ પાડી ત્યારે તે મળી આવ્યો ન હતો. જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.