રાજકોટ જિ. પંચાયતની બેઠકમાં પાક નુકસાની, વિકાસ કાર્યોમાં ઢીલ, નકલી બિયારણ મુદ્દે ચર્ચા ચાલી | Rajkot Dist. In the panchayat meeting, there was a discussion on the issue of crop damage, laxity in development works, fake seeds | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Rajkot Dist. In The Panchayat Meeting, There Was A Discussion On The Issue Of Crop Damage, Laxity In Development Works, Fake Seeds

રાજકોટ22 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટ જીલ્લા પંચાયત કચેરી ખાતે આજે સામાન્ય સભાની બેઠક યોજાઇ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરના અધ્યકસ્થાને યોજાયેલી આ બેઠકમાં માવઠામાં પાકની નુકશાની, વિકાસકામોમાં ઢીલ, નકલી બિયારણ જેવા મુદ્દે એક કોંગી સભ્ય દ્વારા 5 જેટલા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતાં. બાકી કોઈએ અગાઉથી સવાલ રજુ કર્યા ન હોવાથી પાંચ પ્રશ્ન હાથ પર લેવાયા હતા અને તેમાં લાંબી ચર્ચા ચાલી હતી.

માવઠાથી પાક નુકશાની સહાય વિશે તેઓએ કહ્યું કે જસદણમાં યોગ્ય સર્વે થયો નથી અને અનેક ખેડુતોનો સર્વે પણ થયો નથી. ખેતીવાડી અધિકારીએ જવાબમાં કહ્યું કે તાલુકામાં 961 ખેતરોનો સર્વે કરાયો છે. સરકારી ધારાધોરણ પ્રમાણે 25 ખેડુતોને મળવાપાત્ર રૂપિયા 2.36 લાખની સહાય આવતા સપ્તાહમાં ચુકવાઈ જશે. નકલી બિયારણનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસના સભ્યએ કહ્યું કે નકલી બિયારણનો રાફડો છે. અત્યારે રાજકીય વિવાદ ભુલીને ખેડુતોના હિતમાં આ દુષણ રોકવાની જરૂર છે. પ્રમુખ બોદરે કહ્યું કે નકલી બિયારણનું દુષણ ચાલી ન શકે. કોઈના પણ ધ્યાનમાં આવે તો તંત્રને ફરિયાદ કરે. ખેડુતોનું હિત સર્વોપરી છે.

આ તકે ઉપસ્થિત ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ પણ સરકારનું ધ્યાન દોરવા કહ્યું હતું. ઉપરાંત સ્વભંડોળના મંજુર કામોની ફાઈલો આગળ ધપતી ન હોવાનો મુદો વિપક્ષી નેતા અર્જુન ખાટરીયાએ ઉપસ્થિત કર્યો હતો. 15-20 દિ’માં ચોમાસુ આવી જશે અને કામ રખડી જશે પંચાયતમાં પર્યાપ્ત સ્ટાફ નથી. સરકાર ભાજપની છે ત્યારે નવી નિમણુંક કરાવી જોઈએ. જવાબમાં પ્રમુખ બોદર તથા ધારાસભ્ય પાડલીયાએ કહ્યું કે બે દિવસ પુર્વે જ આ અંગે રજુઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ ખાલી જગ્યાઓ પર અધિકારીઓ મુકવાની ખાતરી આપી છે.

Previous Post Next Post