રાજકોટની મહિલાને પત્નીના ફેસબુક એકાઉન્ટ પરથી રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી કોડીનારના શખ્સે આપી ધમકી | A Rajkot woman was threatened by a man from Kodinar who developed friendship by sending a request from his wife's Facebook account | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • A Rajkot Woman Was Threatened By A Man From Kodinar Who Developed Friendship By Sending A Request From His Wife’s Facebook Account

રાજકોટ30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એક મહિલાના ફેસબુક ફ્રેન્ડ નિખિલ સોલંકી નામના શખ્સે મિત્રતા રાખી અને વિશ્વાસમાં લઇ સબંધ તોડી નાખતા પર્સનલ ફોટા વાયરલ કરતા મહિલાએ રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

નિખિલે પત્નીના નામના એકાઉન્ટ પરથી રીક્વેસ્ટ મોકલી

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.13.10.2022ના મારા ફેસબુક ફ્રેન્ડ દશરથસિંહ ગોહેલ મને ફોન કરી જાણ કરેલ કે નીખીલ સોલંકી નામના વ્યક્તીએ તમારા અશ્લીલ તથા બીજા ફોટાઓ તેના વોટ્સએપ પર મોકલેલા છે. જેથી મે તુરંત જ તે ફોટાઓ વોટસઅપ નંબર ઉપર મંગાવ્યા હતા અને તેના સ્ક્રિનશોર્ટ લઇ લીધા હતા આ નીખીલ સોલંકી નામના વ્યક્તિને હું 2019થી ઓળખુ છુ. મારા ફેસબુક એકાઉન્ટ પર 2019ની સાલમા અંજના નિખિલ સોલંકી નામના ફેસબુક એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવતા તે મેં એક્સેપ્ટ કરી હતી. જે આઇ.ડી. અંજનાના નામની હતી.

મિત્રતા નહિ રાખતો ફોટા વાયરલ કરવા આપી ધમકી

પરંતુ તે આઇ.ડી તેનો પતિ નીખીલ સોલંકી વાપરતો હતો. તેની સાથે ફેસબુક ચેટમાં મારે વાત થતી હતી તે દરમ્યાન તેણે મારા વોટ્સએપ મોબાઇલ નંબર માંગતા મે વોટ્સએપ નંબર આપેલ ત્યારથી અમારા વચ્ચે મિત્રતા થઈ હતી તેમજ મને વીશ્વાસમાં લઇ મારા પર્સનલ ફોટાઓની માંગણી કરતા મે તેને મારા પર્સનલ ફોટાઓ આપ્યા હતા. તેમજ જ્યારે રુબરુ મળતા ત્યારે પણ તેણે મારા ફોટાઓ પાડ્યા હતા ત્યારબાદ મેં તેની સાથે મિત્રતા ઓછી કરી નાખતા તે મને અવાર-નવાર મેસેજ કરી ચેતવણી આપતો હતો કે તુ મારી સાથે મિત્રતા નહી રાખે તો તારા પર્સનલ ફોટા મારી પાસે છે તે સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર વાયરલ કરી દઇશ.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

જેથી મે સોશીયલ મીડીયા પ્લેટ ફોર્મ ફેસબુક પર એક પોસ્ટ બનાવી કે નીખીલ સોલંકી તેના પત્નીના નામનુ ફેસબુક એકાઉન્ટ બનાવી તેમાથી મહીલાઓને ફ્રેન્ડ બનાવી તેની સાથે મીત્રતા કેળવી બાદમાં તેને હેરાન કરે છે તેવી પોસ્ટ મુકતા જેનો ખાર રાખી નીખીલ સોલંકીએ દશરથસિંહ ગોહેલ તથા બીજા લોકો ને મારા અશ્લીલ ફોટાઓ મોકલેલ હતા. જેથી મેં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અરજી આપતા માલુમ પડ્યું હતું કે આ મોબાઈલ નંબર કોડીનારના અરણેજ ગામના વતની નીખીલ નોંઘણભાઇ સોલંકીનું હોવાનું જાણવા મળ્યું હતું.

Previous Post Next Post