લોન ભરપાઈ ન કરી શકનાર દેવાદારને બેંકોએ સાંભળવા પડશે, RBIની જોગવાઈ મુજબ હાલ સીધા ડિલ્ફોટર જાહેર થાય છેમ | Banks have to listen to borrowers who are unable to repay their loans, as per the RBI provision, they are now directly declared as defaulters. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Banks Have To Listen To Borrowers Who Are Unable To Repay Their Loans, As Per The RBI Provision, They Are Now Directly Declared As Defaulters.

5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જ્યારે બેન્કમાંથી લોન લેનાર વ્યક્તિઓ લોન ચુકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેવા દેવાદારોને બેન્ક ડિફોલ્ટર તરીકે જાહેર કરે છે. બેન્ક દ્વારા RBI ની જોગવાઈ પ્રમાણે તે વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવામાં આવે છે. પરંતુ નાણાં પરત ચુકવવામાં અસમર્થ વ્યક્તિને રજુઆત કરવાની તક અપાતી નથી.

આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિરુદ્ધ રાજેશ અગ્રવાલના કેસમાં RBI ની ડિફોલ્ટરની ગાઈડલાઈનને ચેલેન્જ કરવામાં આવી હતી. બચાવ પક્ષ તરફથી રજુઆત કરાઈ હતી કે કોઈ વ્યક્તિને ડિફોલ્ટર તરીકે જાહેર કરવો અને તેને રજૂઆતની એક તક પણ ન આપવી તે રૂલ ઓફ નેચરલ જસ્ટિસની વિરુદ્ધ છે. વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરવાથી તેને અન્ય લોન મળતી નથી. કંપનીના પ્રમોટરને પણ તેની અસર પડતી હોય છે. આથી વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરતા પહેલા તેને સાંભળવાની એક તક આપવી જોઇએ. બની શકે કે ખરેખર વ્યક્તિ નાણાંકીય કટોકટીમાં ફસાયો હોય, તેને હકીકતમાં તકલીફ હોય.

સુપ્રીમ કોર્ટે પણ અરજદારોની રજૂઆતને સમર્થન આપ્યું હતું. અત્યાર સુધી બેંકો RBI ની ગાઈડલાઈન પ્રમાણે દેવાદારને સાંભળવાની કોઈ જોગવાઈ ના હોવાથી ડિફોલ્ટર જાહેર કરતી હતી. હવે વ્યક્તિને ડિફોલ્ટર જાહેર કરતા પહેલા એક વાર સાંભળવી પડશે. મોટી કંપનીઓને તેની અસર થશે.

આ ઉપરાંત RBI ની ગાઈડલાઈન પ્રમાણે ડિફોલ્ટનો જે ફોરેન્સિક રીપોર્ટ કરવામાં આવે છે. તે પણ દેવાદારને આપવો જોઈએ. ડિફોલ્ટર વ્યક્તિ અંગે બેંકે તરત લો એન્ફોર્સમેન્ટ એજન્સીને જાણ કરવાની રહે છે, જે CBI છે.

Previous Post Next Post