પારડીમાં રહેતી કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી શારિરીક સંબધ બાંધી મારઝૂડ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર | The regular bail application of the accused involved in the crime of raping a girl living in Pardi by luring her into marriage is rejected. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Regular Bail Application Of The Accused Involved In The Crime Of Raping A Girl Living In Pardi By Luring Her Into Marriage Is Rejected.

વલસાડએક કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતી 17 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને સગીરા લગ્ન કરવાનું જણાવતા યુવક મારઝૂડ કરીને સગીરાને ઘરમાંથી બહાર કાઢી મુકવાની અને મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ પારડી પોલીસ મથકે સગીરાની માતાએ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપીએ જેલમાંથી મુક્ત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ પી પુરોહિતે જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતી સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચો આપીને નજીકમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાફ વારંવાર લગ્ન કરવાની લાલચ આપીને સગીરાનું અપગરણ કરી લઈ જતો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. સગીરા લગ્ન કરવા જણાવતા સગીરાને મારીનાખવાની ધમકી આપતો હતો. ઘટનાની જાણ સગીરાની માતાને થતા સગીરાની માતાએ પારડી પોલીસ મથકે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા આરોપીએ આજે જેલમાંથી મુકત થવા વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. તે કેસમાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ પી પુરોહિતે આરોપી યુવકના જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વાપીના એડિશનલ સેશન્સ જજ એમ પી પુરોહિતએ 17 વર્ષીય કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી શારિરીક સંબધ બાંધી મારઝૂડ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી નૈનેશ મનુભાઈ ગજ્જરની પારડી પોલીસ દ્વારા ગુનામાં ધરપકડ કર્યાં બાદ આરોપીએ જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.

Previous Post Next Post