આકાશમાં વાદળો ઘેરાતા ગરમીથી રાહત, ઠંડા પવન ફૂંકાતા ગરમીનો પારો નીચો આવ્યો | Relief from the heat as the clouds covered the sky, the mercury came down from the heat as a cool breeze blew | Times Of Ahmedabad

મહિસાગર (લુણાવાડા)10 કલાક પહેલા

  • કૉપી લિંક

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો સર્જાયો છે. ધકધકતા તાપની વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જતાં અંગ દઝાડતી ગરમીથી લોકોને રાહત મળી છે. બીજી તરફ પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે ગરમીથી આંશિક રાહત અનુભાઈ રહી છે.

જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અંગ દઝાડતી અસહ્ય ગરમી પડી રહી હતી અને લોકો ગરમીમાં પરેશાન થયા હતા. ત્યારે આજે લોકોને ગરમીથી આંશિક રાહત અનુભવાઇ છે. વાતાવરણમાં પલટા સાથે આકાશમાં વાદળો ઘેરાયા છે સાથે જ પવન પણ ફૂંકાય હતા જેથી ગરમીથી હાલ રાહત મળી છે.

મહીસાગર જિલ્લામાં માર્ચ અને એપ્રિલ માસમાં સતત કમોસમી માવઠા થયા હતા. વરસાદના કારણે ખેતીમાં લોકોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સતત વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના લીધે આ વર્ષે સરેરાશ ગરમીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ મેં માસ શરૂ થતા જ દિન પ્રતિદિન ગરમીમાં વધારો થયો હતો અને તાપમાનનો પારો ઉંચકાયો હતો.

9 મેના રોજ મહીસાગર જિલ્લામાં ગરમીનો પારો 40 ડીગ્રી વટાવી ગયો હતો અને લોકો ગરમીના કારણે પરેશાન થયા હતા. જે બાદ સતત ગરમીનો પારો ઉંચકાયો હતો અને 43 ડીગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે ગરમીનો પારો ગગળીને મહત્તમ 39 ડીગ્રી અને લઘુત્તમ 28 ડીગ્રી સુધી જઈ શકે છે.

Previous Post Next Post