Header Ads

ભુજના હમીરસર તળાવ આડેના અવરોધો દૂર કરવા જૈન સંગઠન સંસ્થા દ્વારા આદરાયેલો પ્રયાસ પ્રગતિમાં | A respected effort by the Jain Sangathan Institute to remove obstructions from the Hamirsar Lake in Bhuj is in progress | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભુજના હ્રદયસમુ હમીરસર તળાવ શહેરીજનો સાથે સમગ્ર કચ્છના લોકો માટે અનોખું સન્માન ધરાવે છે. વરસાદમાં તળાવ ઓવરફલો થતા ભુજના વહીવટી તંત્ર રજા જાહેર કરે છે તો સુધરાઇ દ્વારા મેઘલાડુનું વિતરણ કરવામાં આવે છે, એવા હમીરસર તળાવના ઓવરફલો માટે અવરોધ પેદા કરતા પરિબળોને દૂર કરવા ભારતીય જૈન સંગઠન કચ્છ નામની સંસ્થાએ બીડું ઝડપ્યું છે અને છેલ્લા 20 દિવસથી તળાવની આવ આડેના અવરોધ દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત ત્રણ તળાવ એક ડેમ અને ત્રણ ચેનલની સાફસફાઈ સાથે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. હમીરસર તળાવને આ પૂર્વે ઓવરફલો થવા માટે 10થી 12 ઇંચ વરસાદની જરૂર પડતી હતી પરંતુ ગત વર્ષે 56 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ ઓવરફલો થયું હતું ત્યારે હવે આ કાર્યથી ઓછા વરસાદે હમીરસર તળાવ ઓવરફલો થવાની આશા જૈન સંગઠને વ્યક્ત કરી હતી.

આ વિશે ભારતીય જૈન સંગઠન કચ્છના હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે, કચ્છ કલેકર અમિત અરોરાના અનુરોધના પગલે સંસ્થાએ હમીરસર તળાવની આવમાં અવરોધ ઊભો કરતા નાડાઓ અને આડસોને દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું છે જેમાં હમીદરાય ચેનલ, કચ્છ યુનવર્સિટી ચેનલ, સરદાર પટેલ ચેનલ, મેઘરાય તળાવ સરદાર સરોવર નગર તળાવ સહિતના સ્થાને જેસીબી સહિતની સાધન સામગ્રી સાથે જમીનની સફાઈ અને નાળાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. જે સંભવિત આગામી એક સપ્તાહ સુધીમાં પૂર્ણ થતા હમીરસર તળાવ હવે પૂરતા વરસાદમાં જ ઓવરફ્લો થવાની આશા છે.

નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા જણાવાયું હતું કે હમીરસર તળાવની આવમા અનેક સ્થળે અવરોધ ઊભા થઈ ગયા છે. ખાસ કરીને કચ્છ યુનિવર્સિટી અને સમરસ હોસ્પિટલના નિર્માણ બાદ આવામાં વિશેષ અવરોધ સર્જાયો છે, ગત ચામાસે પણ કચ્છ યુનિવર્સિટીની દીવાલ વરસાદી પાણીની આવક થાય તે માટે તોડવી પડી હતી. આ માટે આવના અવરોધ દૂર કરવાની કામગીરી જૈન સંગઠન દ્વારા સુપેરે પાર પાડવામાં આવી રહી છે. સુધરાઇ આ માટે પૂરતો સહકાર આપવા તત્પર છે.

Powered by Blogger.