- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- The Road Was Dug Up By The Traffic Of Large Highway Trucks; The Demand Of The People Of Ori Village Is That The New Road Should Be Constructed Immediately
નર્મદા (રાજપીપળા)2 કલાક પહેલા
- કૉપી લિંક
નાંદોદ તાલુકાના ઓરી ગામના લોકો રસ્તા બાબતે રોષે ભરાયા છે. ગામમાં જવાનો અને સીમમાં જવાનો રસ્તા પર મોટી સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય છે. જ્યાં આખો રસ્તો ખોદાઈ ગયો છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. એટલે ગ્રામજનોને અવરજવર માટે ખુબ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ ઓરીગામનો રસ્તો મંજૂર થઇ ગયો છે પરંતુ કેમ બનતો નથી. એ બાબતે પણ ગ્રામજનો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જયારે બીજી બાજુ રેતીની હાઇવા ટ્રકો પણ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય જેને કારણે પણ રસ્તો ખોદાઈ રહ્યો છે. જો તંત્ર આ ઓરી ગામનો રોડ નહીં બનાવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે. આજરોજ ગ્રામજનોએ આ ભારી વહોનોને અટકાવ્યા હતા, રેતીની ગાડીઓની લાંબી લાઈન લાગી હતી.
આ બાબતે ઓરી ગામના આગેવાન અમુલ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારા ઓરી ગામનો રસ્તો મંજૂર થઇ ગયો છે તો પછી બની કેમ રહ્યો નથી. તંત્ર આ બાબતે કેમ ચૂપ છે અમે ગ્રામપંચાયત થી લઈને તાલુકા અને જિલ્લા સુધી રજૂઆત કરી છે. પણ રોડ બન્યો નથી ઉપરથી રેતીના ઓવરલોડ હાઇવા અવર જવર કરવાથી ઓરી ગામ, સિસોદરા, વરખડ, વાઘેથાનો આખો રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. જેથી આ રોડ જેમ બને તેમ વહેલો બને તે જરૂરી છે. નહીં તો આંદોલન કરવા પણ ગ્રામજનો તૈયાર થયા છે.