અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના નિર્ણયનગરમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવાના આવ્યો છે. આ સ્કૂલ બંધ થતાં RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ હોબાળો કર્યો હતો. ત્યારે તેમના બાળકોને અન્ય સ્કૂલમાં એડમિશન આપવાની બાંહેધરી આપી હતી, પરંતુ વાલીઓને પસંદની સ્કૂલ ના મળતા આજે ફરી હોબાળો કર્યો હતો. જો કે, તમામને DEOએ એડમિશન આપવાની બાંહેધરી આપત મામલો શાંત પડ્યો હતો.
વાલીઓએ DEO કચેરીમાં હોબાળો કર્યો
સ્વામિનારાયણ સંકુલ બંધ થતાં RTE હેઠળ ભણતા વાલીઓએ નજીકની સ્કૂલમાં એડમિશન અપાવવા બાંહેધરી આપવામાં આવી હતી. કેટલાક વાલીઓને સ્કૂલના નામ પણ આપવામાં આવ્યા હતા, પરંતુ વાલીઓને પોતાની પસંદગીની સ્કૂલમાં એડમિશન ના મળતા આજે વાલીઓએ DEO કચેરીમાં હોબાળો કર્યો હતો. તમામ વાલીએ પોતાની મનપસંદ સ્કૂલમાં એડમિશન લેવાની માગ કરી રહ્યા હતા.
તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશેઃ DEO
RTE હેઠળ મર્યાદિત સીટ હોવાથી એક જ સ્કૂલમાં તમામને એડમિશન આપી શકાય તેમ નથી. જેથી DEO દ્વારા તમામ વાલીને બાંહેધરી આપવામાં આવી છે કે, વાલી 2 સ્કૂલના નામ લખીને આપે, 2 સ્કૂલમાંથી એક સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે અને તે સ્કૂલમાં જગ્યાના અભાવે એડમિશન ના આપી શકાય તો અન્ય સ્કૂલમાં એડમિશન આપવામાં આવશે.