નગરના RTOમાં રોજ 100 ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ નીકળે છે | The city's RTO issues fitness certificates of 100 transport vehicles daily | Times Of Ahmedabad

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 7 વર્ષ સુધી વાહનોને બે વર્ષે ફિટનેશ સર્ટી લેવાનું હોય છે

ટ્રાન્સપોર્ટેશન નાના મોટા વાહનો માટે ફિટનેશ સર્ટી લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેમાં સાત વર્ષ સુધી વાહનોને બે વર્ષે ફિટનેશ સર્ટી લેવાનું હોય છે. જ્યારે આઠ વર્ષથી વધુ વર્ષ જુના વાહનોને દર વર્ષે ફિટનેશ સર્ટી લેવું પડે છે. જોકે આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટેશન વાહનોને ફિટનેશ સર્ટી માટે સેક્ટર-30ની જૂની આરટીઓ કચેરી ખાતે કરાય છે. દરરોજના અંદાજે 100 જેટલા નાના-મોટા ટ્રાન્સપોર્ટેશન વાહનો ફિટનેશ માટે આવતા હોવાનું આરટીઓ કચેરીના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

જિલ્લાની આરટીઓ કચેરી ખાતે જગ્યા ઓછી હોવાથી ટ્રાન્સપોર્ટેશન વાહનોના ફિટનેશ સર્ટીની કામગીરી સેક્ટર-30 જૂની આરટીઓ કચેરી ખાતે ખસેડવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં ફિટનેશ સર્ટી માટે દરરોજના અંદાજે 100 જેટલા વાહનો આવે છે. તેમાં થ્રી વ્હિલર, જેવા નાના વાહનો 60 જેટલા અને મોટા ટ્રકો અંદાજે 40 જેટલી દરરોજ ફિટનેશ સર્ટી માટે આવતી હોય છે. જોકે આરટીઓના નિયત કરેલા નિયમોનું સાર એમજીવી વ્હિલક માટે રૂપિયા 600 અને એચજીવી વ્હિલકલ માટે 800 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

ઉપરાંત હેવી વાહનોની વજનની કેપેસીટીના આધારે પણ ફીનું ધોરણ અલગ અલગ નક્કી કરવામાં આવી છે. જોકે ટ્રાન્સપોર્ટેશન વાહનો જ્યારે ફિટનેશમાં આવે ત્યારે જ્યારે આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેવી સ્થિતિમાં જ હોવું જોઇએ. જે વાહનો ખુલ્લા હોય અને ત્યારબાદ વાહન માલિકે બોડી બનાવી હોય તો તેના માટે આરટીઓ દ્વારા નિયત કરેલો દંડ પણ વસુલવામાં આવે છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં જેમ જેમ મોડેલ જૂનુ તેમ તેમ ટેક્ષ વધારે લેવામાં આવે છે. જ્યારે નવા નવા વાહનો માટે ટેક્ષ ઓછો લાગુ પડતો હોવાનું આરટીઓ કચેરીના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

Previous Post Next Post