અમદાવાદમાં RTO માન્ય નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર અને અલગ-અલગ લખાણો સાથેના 123 ટુ વ્હીલર-ફોર વ્હીલર જપ્ત કરાયા | 123 two-wheelers-four-wheelers with tampered RTO approved number plates and different inscriptions seized in Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદ8 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અત્યારે વાહનો પર અલગ અલગ નંબર પ્લેટ પર ચેડાં કરતા તથા નંબર પ્લેટ લખાણ લખતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એક જ દિવસની ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હોય અથવા નંબર પ્લેટ પર અલગ અલગ લખાણ લખ્યા હોય તેવા 123 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં ટ્રાફિક પૂર્વની હદમાં આવેલા 6 ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા એક દિવસ માટે નંબર પ્લેટ માટેની ડ્રાઇવ યોજવામાં આવી હતી.આ ડ્રાઇવ દરમિયાન પોલીસે નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હોય અથવા નંબર પ્લેટમાં લખાણ કર્યા હોય તેવા વાહન રોકીને જપ્ત કરવામાં આવ્યા હતા.ટુ વ્હીલર અને ફોર વ્હીલર મળીને કુલ 123 વાહનો જમા કરવામાં આવ્યા છે.પોલીસે માત્ર 24 કલાકમાં જ વાહનો જપ્ત કર્યા છે.

DCP ટ્રાફિક પૂર્વ સફિન હસને જણાવ્યું હતું કે વાહન ચાલકોએ RTO માન્ય નંબર પ્લેટ રાખવી પડશે.નંબર પ્લેટ સાથે ચેડાં કરનાર કે નંબર પ્લેટ પર અલગ અલગ લખાણ લખનાર વ્યક્તિઓના વાહન જપ્ત કરવામાં આવ્યા છે.આ કાર્યવાહી 1 દિવસ માટે કરવામાં આવી છે પરંતુ જરૂરુ જણાશે તો પોલીસ દ્વારા આ કાર્યવાહી ચાલુ રખાશે.

Previous Post Next Post