ગાંધીનગર7 મિનિટ પહેલા
- કૉપી લિંક
- હરાજીમાં વાહનોની એક સિરીઝનો સમાવેશ કરાયો
નગરની આરટીઓમાં હરાજી કરેલી સીરીઝમાંથી ટુ વ્હિલર, ફોર વ્હિલર કાર અને ટ્રાન્સપોર્ટેશન વાહનોના નંબરની અમુક સીરીઝ પેન્ડિંગ પડી રહી છે. ત્યારે આવી પેન્ડિંગ રહેલી સીરીઝની હરાજીનું આયોજન કરાયું છે. તેમાં ટુ વ્હિલરના નંબરની ત્રણ, કારની ચાર અને ટ્રાન્સપોર્ટેશન વાહનોની એક સીરીઝનો સમાવેશ થાય છે. આ હરાજી ભાગ લેવા માટે દિન-7માં અરજી કરવાની રહેશે.
રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટેશન વિભાગ દ્વારા વાહન માલિકોને તેઓના પસંદગી અને લક્કી નંબર મળી રહે તે માટે વાહનોના નંબરની સીરીઝની હરાજી કરવામાં આવે છે. પરંતુ તેમાંથી અમુક નંબરોની સીરીઝ પડતર રહેવા પામી છે. આથી આવી સીરીઝની હરાજીનું આયોજન આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં જૂની સીરીઝમાં ટુ વ્હિલરમાં જીજે-18-ડીક્યુ, જીજે-18-ડીઆર, જીજે-18-ડીએસ સીરીઝનો સમાવેશ થાય છે.
તેજ રીતે ફોર વ્હિલર કારમાં જીજે-18-બીક્યુ, જીજે-18-બીઆર, જીજે-18-બીએસ, જીજે-18-ઇએ જ્યારે ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં જીજે-18-બીવી સીરીઝનો સમાવેશ થાય છે. પસંદગીનો ગોલ્ડન, સિલ્વર નંબરો લેવા માટે વાહન માલિકોએ બેઝ એમાઉન્ટ, રજીસ્ટ્રેશન ટેક્ષ, સીએનએ ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે. પસંદગીના નંબરો લેવા માટે અરજી કરેલા વાહન માલિકોએ ઓનલાઇન હરાજીમાં ભાગ લેવાનો રહેશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન તારીખ 12મી, મે-2023 સાંજે 4 કલાક પૂર્ણ થશે.
જ્યારે તારીખ 16મી, મે-2023ના રોજ બપોરે 4 કલાકે હરાજી શરૂ થશે અને તારીખ 18મી, મે-2023ના રોજ હરાજી પૂર્ણ થશે. હરાજીમાં લાગેલા નંબરની રકમ દિન-5માં ભરવાની રહેશે. પેન્ડિંગ રહેલી સીરીઝની હરાજીનું આયોજન કરાયું છે. તેમાં ટુ વ્હિલરના નંબરની ત્રણ, કારની ચાર અને ટ્રાન્સપોર્ટેશન વાહનોની એક સીરીઝનો સમાવેશ થાય છે. આ હરાજી ભાગ લેવા માટે દિન-7માં અરજી કરવાની રહેશે