ગાંધીનગર39 મિનિટ પહેલા
- કૉપી લિંક
- 3 દિવસ મોડા પડશે તો હાફ સીએલ ગણાશે
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ વિભાગના જુદા જુદા વિભાગની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેટલાક કર્મચારીઓ કચેરીના સમયે બહાર ટહેલતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી કૃષિ મંત્રીએ પરિપત્ર કર્યો છે કે જો કર્મચારી મહિનામાં બે દિવસ 10 મીનિટ મોડા પડે તેનો વાંધો નથી, પણ ત્રીજા દિવસે 10 મીનિટ મોડા પડશે તો અડધા દિવસની ગેરહાજરી પુરવઠામાં આવશે.
મુલાકાત દરમિયાન કેટલીક ત્રૂટીઓ ધ્યાનમાં આવી
રાજ્ય સરકારના નવા અને જૂના સચિવાલય તેમજ વિવિધ વિભાગોમાં કેટલાક કર્મચારીઓ ચાલુ નોકરી સમયે અંગત કામને લઇને બહાર જતા હોય છે. આવા કર્મચારીઓ તેમના અધિકારીઓને જાણ પણ કરતા નથી. થોડા સમય પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાત દરમિયાન કેટલીક ત્રૂટીઓ ધ્યાનમાં આવી હતી. આ કર્મચારીઓ ચાલુ નોકરી દરમિયાન જ બહાર જતા રહેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
ચાલુ નોકરી દરમિયાન જ બહાર જતા રહેતા હોવાનું ધ્યાનમાં આવ્યું
આથી કૃષિ મંત્રીએ કર્મચારીઓ કાર્યાલયમાં રહીને અરજદારોને સમયસર મળે અને કામગીરી ઝડપી થાય તેટલા માટે કડકાઇ દાખવી છે. કૃષિ વિભાગે એક પરિપત્ર કરીને કર્મચારીઓને એવી તાકીદ કરી છે કે, કચેરીમાં આવવાનો સમય સવારે 10:30 કલાક સુધીમાં આવવા અને સાંજે 6:10 સુધી ઓફિસમાં હાજર રહેવા તાકિદ કરી છે.