ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પર આવેલા સલૂનના કારીગરે હેર સ્ટ્રેટનિંગ કરાવવા આવેલી પરિણીતાની છેડતી કરી | A salon worker on Bhuj's Chatthi Bari Ring Road molested a woman who had gone for hair straightening. | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ વિસ્તારમાં આવેલી રોકસ્ટાર ફેમિલી સલુંન નામની દુકાનમાં આજે એક પરિણીત યુવતીની છેડતી કરાઈ હોવાની વાતથી સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. ઘટના આજ બપોરે સામે આવી હતી. પરિણીત યુવતીની છેડતી ખુદ દુકાન સંચાલકેજ કરી હોવાની ફરિયાદ શહેર એ ડિવિઝન મથકે નોંધાઇ છે. બનાવને લઈ શહેરીજનોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું.

આ અંગે પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ ભુજના કોડકી ગામે માવતરે આવેલી 21 વર્ષીય પરિણીત યુવતી છેડતીની ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા ભુજના છઠ્ઠી બારી નજીક આવેલી રોકસ્ટાર ફેમિલી સલૂન નામની દુકાનમાં હેર સ્ટ્રેટનિંગ માટે તેના નાના ભાઈ સાથે ગઈ હતી. જ્યાં તેનો નાનો ભાઈ તેને મૂકીને જતો રહ્યો હતો.ત્યાર બાદ આરોપી આલ્ફાઝ ખલિફાએ હેર સ્ટ્રેટનિંગ માટે પ્રથમ સ્ટેપની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બીજા સ્ટેપ માટે બે દિવસ પછી ફરી દુકાને આવવાનું કહ્યું હતું.

આજે સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં મારી પિતરાઈ બહેન સાથે રોકસ્ટાર ફેમિલી સલૂનમાં ગઈ હતી, જ્યાં બહેનને ડ્રોઈંગ ક્લાસમાં જવાનું હોઈ નીકળી ગઈ હતી. આ સમયે ઉપરના માળે સોફા પર બેઠી હતી ત્યારે આરોપીએ મારા ખભા પર હાથ મૂકી ચુંબન કરવાનો પ્રયાસ કરતા મેં કહ્યું હતું કે મારા લગ્ન થઈ ચૂક્યા છે એ મને પસંદ નથી. તેમ છતાં તેને જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનનું શટર બંધ કરી નાખ્યું હોવાનું કહ્યું હતું. જોકે ઇન્કાર કરતા બાદમાં આરોપીએ હું કઈ નહિ કરું એમ કહી હેર સ્ટ્રેટનિંગની પ્રક્રિયા શરૂ કરી હતી. આ દરમિયાન તેણે મને કહ્યું હતું કે મારી સાથે પ્રેમ સબંધ બાંધી લે હું તને મુંબઇ ફરવા લઈ જઈશ. પછી હું દુકાન બહાર નીકળી ગઈ હતી અને હાટકેશ્વર પાસે પહોંચી મારી બહેનને મોબાઈલ ફોન કરી બોલાવી હતી અને સમગ્ર ઘટના કહી હતી.

બાદમાં મારી સહેલી અને મહિલા કેન્દ્રના પ્રમુખ બહેનને આપવીતી જણાવતા તે અમારી સાથે દુકાન પર ચાલ્યા હતા, જ્યાં પોલીસને જાણ કરી નોલાવતા આરોપી આલ્ફાઝ ખલિફા નાસી ગયો હતો. ઘટનાના પગલે પોલીસની સી ટીમ તુરંત બનાવ સ્થળે પહોંચી હતી. અલબત્ત પરિણીત યુવતીની લોકોની ચહલપહલથી અતિ વ્યસ્ત રહેતા વિસ્તારમાં આવેલી જાહેર માર્ગ પરની સલૂનની દુકાનમ ખુદ સંચાલક દ્વારા છેડતી કરાઈ હોવાની ઘટનાથી શહેરમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.