ચાંદખેડામાં પત્નીનું ગળું દબાવીને પતાવી દેનાર SBIનાં અધિકારીને આજીવન કેદની સજા, પહેલી પત્નીએ પણ આપઘાત કર્યો હતો | Husband who killed wife jailed for life SBI officer who strangulated wife in Chandkheda sentenced to life imprisonment, first wife also committed suicide | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Husband Who Killed Wife Jailed For Life SBI Officer Who Strangulated Wife In Chandkheda Sentenced To Life Imprisonment, First Wife Also Committed Suicide

ગાંધીનગર18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ચાંદખેડા ખાતે વર્ષ – 2019માં પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને એસબીઆઈનાં અધિકારીએ ગળું દબાવીને હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો. જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે.આર. શાહની કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષોની દલીલોના અંતે કોર્ટે એસબીઆઈ અધિકારીને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા ભોગવવાનો હૂકમ કરવામાં આવ્યો છે.

આ કેસની વિગત એવી છે કે, અમદાવાદ શહેર ટ્રાફીક શાખા એલ ડિવીજન પોલીસ સ્ટેશનમાં અનાર્મ પો.કો. તરીકે ફરજ બજાવતા હસમુખભાઇ તળશીભાઇ પરમારે ફરિયાદ આપેલ કે, તેમના સૌથી મોટા બહેન જાસુબેનના પહેલા પતિ કિશોરભાઈ અસ્થિર મગજના હોવાથી છૂટાછેડા લઈ બીજા લગ્ન મોતીભાઇ ડાહ્યાભાઇ મકવાણા (રહે. મકાન નં.30, ભગીરથ ટેનામેન્ટ, મોટેરા, ચાંદખેડા) સાથે કર્યા હતા. જેઓને સંતાનમાં એક દીકરી પણ છે.

જ્યારે જસુબેનના પતિ મોતીભાઇની પહેલી પત્ની લીલાબેને સળગીને આત્મહત્યા કરી લીધી હતી. મોતીભાઈ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા આશ્રમ રોડ ખાતે સિનીયર આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. મોતીભાઈ અને પત્ની જસુબહેન વચ્ચે છેલ્લા દસેક વર્ષથી નાની-નાની બાબતે ઝઘડો તકરાર થતા હોવાથી જસુબહેને પતિ સામે અગાઉ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી તેનો કેસ ગાંધીનગર કોર્ટમાં ચાલુ હતો.

બનાવના દિવસે સવારે જસુબેનની બાજુમાં ભગીરથ ટેર્નામેન્ટમાં રહેતા ઈલાબેનનો હસમુખભાઇની પત્ની સંગીતાનાં મોબાઇલ ઉપર ફોન આવેલ કે, જસુબેનને મોતીભાઇએ ગળું દબાવી મારી નાખેલ છે. આથી હસમુખભાઈ ઘરે દોડી ગયા હતા. જ્યાં અંદરના રુમમાં જસુબેન પલંગમાં મરણ ગયેલ હાલતમાં પડ્યા હતા. આથી તેમણે પૂછતાંછ કરતાં મોતીભાઇએ જણાવેલ કે, પતિ-પત્ની વચ્ચે રાત્રે ઝગડો થતાં સોસાયટીના માણસો આવ્યાં હતા અને ઝગડો શાંત થયો હતો. રાત્રે મારો પુત્ર પ્રત્યક્ષ ઉર્ફે પિનાકીન તેના રૂમમાં તથા દિકરી ખુશ્બ હોલમાં સુઈ ગઈ હતી. અમે પતિ-પત્ની અમારા રુમમાં સૂઇ ગયા હતા. સવારે દીકરી ખુશ્બુ સ્કૂલે ગઈ પછી ફરીવાર ઝગડો થયો હતો. જેથી ગળું દબાવીને પત્નીને મારી નાખી હતી.

આ મામલે ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ મોતીભાઇની ધરપકડ કરી લેવાઈ હતી. બાદમાં ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે.આર. શાહની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પ્રિતેશ વ્યાસ તેમજ જીગ્નેશ જોષી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીને કલમ- 302 ના શિક્ષાપાત્ર ગુનામાં આજીવન કેદની સજા તથા રૂ. 5 હજારનો દંડ તેમજ જો દંડની રકમ ન ભરે તે વધુ 1 વર્ષની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. જ્યારે કલમ- 323ના ગુનામાં 6 માસની સાદી કેદની સજા તથા રૂ. 500નો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજાનો હુકમ પણ કર્યો છે.

Previous Post Next Post