બીજ નિગમ બિયારણ માટેના પાક પોષણક્ષમ ભાવથી ખરીદે : સરકાર | Seed Corporation to buy crops for seeds at affordable prices: Govt | Times Of Ahmedabad

ગાંધીનગર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • નિગમ બજારથી ઓછા ભાવે ખરીદતું હોવાની ફરિયાદ કરાતા તાકીદ
  • નિગમ ખરીદી કરવામાં પણ વિલંબ કરતું હોવાની ખેડૂતોની ફરિયાદ

ગુજરાતના ખેડૂતો પાસેથી ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા બિયારણ માટે વિવિધ પાકની ખરીદી કરવામાં આવે છે. આ ખરીદીમાં બજારભાવ કરતાં ઓછા ભાવ ખેડૂતોને મળતા હોવાની ફરિયાદ છેલ્લા સતત બે વર્ષથી હતી. આથી શુક્રવારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂત આગેવાનો અને બીજ નિગમના કર્મચારીઓને સામસામે બેસાડીને વાટાઘાટો કરાવી હતી. કૃષિ મંત્રીએ આ મુદ્દે ફરી વખત ખેડૂતોને ઓછા ભાવ ન મળે તે જોવાની તાકીદ બીજ નિગમના અધિકારીઓને કરી હતી.

ઓછા ભાવે બીજ નિગમ વેચે તેવો હેતુ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી બિયારણ માટે મગફળી, જીરું, દિવેલા, તલ સહિતના વિવિધ પાકની ખરીદી કરવામાં આવે છે. આ ખરીદી વેપારીઓ જે ભાવ ખરીદતા હોય તેના કરતા ઊંચા ભાવે ખરીદી કરવાનો હેતુ બિજ નિગમનો છે. જ્યારે બિયારણને વેપારીઓ જે ભાવે વેચતા હોય તેના કરતા ઓછા ભાવે બીજ નિગમ વેચે તેવો હેતુ છે.

બિયારણ માટે બીજ નિગમ ખેડૂતો પાસેથી પાક ખરીદે
બિયારણ માટે બીજ નિગમ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. આ બિયારણ માટેનો પાક બજાર ભાવ કરતા ઊંચી કિંમતે વેચવો તેવો હેતુ બીજ નિગમનો હોવા છતાં બીજ નિગમ બે વર્ષથી ખેડૂતોને બજાર ભાવ કરતાં ઓછા ભાવ આપી રહ્યું હોવાની ફરિયાદ ખેડૂત આગેવાનોએ કરી હતી. ખેડૂતોએ બજાર ભાવ અને બીજ નિગમ દ્વારા કરાયેલી ખરીદીના આંકડા આપીને બીજ નિગમના અધિકારીઓને સણસણતો જવાબ આપ્યો હતો. આથી ખેડૂતોની વાતમાં તથ્ય જણાતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ખેડૂતોની વાતમાં સહમત થયા હતા. ખેડૂતોએ બીજ નિગમ દ્વારા પાકની ખરીદી પણ મોડે મોડે થતી હોવાથી ખેડૂતોને સંગ્રહ કરવામાં તકલીફ પડે છે.

બિયારણ સંગ્રહ કરવા માટેનાં ગોડાઉન
બીજી બાજુ બીજ નિગમ પાસે અમદાવાદની આસપાસના વિસ્તારમાં જ પૂરતી સંખ્યામાં બિયારણ સંગ્રહ કરવા માટેનાં ગોડાઉન છે છતાં બેથી ત્રણ મહિના પાક મોડો ખરીદવામાં આવતો હોવાથી ખેડૂતો તેમના ગોડાઉનમાં અન્ય પાક સંગ્રહ કરી શકતા નથી.

Previous Post Next Post