ભાજપના એક સિનીયર નેતા રૂપિયા પરત આપી રહ્યા નથી, સોશિયલ મીડિયાની એક કોમેન્ટથી રાજકારણમાં ગરમાવો | A senior BJP leader is not returning the money, a comment on social media highlighted the issue | Times Of Ahmedabad

રાજકોટ42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પર કોમેન્ટ કરવામાં આવી છે, જેમાં તેઓએ લખ્યું છે કે, ભાજપના એક ખૂબ જ જૂના નેતા મને મારા રૂપિયા પરત આપી રહ્યા નથી. તેમની નીતિ ખુબ જ ખરાબ છે. મેં રૂપિયા આપ્યા તેના મારી પાસે પુરાવા પણ છે અને જરૂર જણાશે તો આવનાર દિવસોમાં વધુ પ્રુફ સાથે ખુલાસા કરીશ.

એક સિનીયર નેતા હાથઉછીના પૈસા પરત આપતા નથી
રાજકોટમાં રહેતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આજે સોશિયલ મીડિયામાં કરેલ એક કોમેન્ટના કારણે તે ચર્ચામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલે દિવ્યભાસ્કર સાથે વાત કરતા રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, મને મારા રૂપિયા ભાજપના એક સિનીયર નેતા પરત આપી નથી રહ્યા. વર્ષ 2008 થી 2011 સુધીમાં વ્યવહારીક બાબતો અને હાથઉછીના પેટે અલગ-અલગ મોટી રકમ આપી છે, જે પરત આપવામાં નેતા આનાકાની કરી રહ્યા છે. અનેક વખત રૂપિયા પરત લેવા માટેની માગણી કરી, અનેક વખત મધ્યસ્થીઓને કહ્યું પરંતુ, રૂપિયા પરત આપતા નથી.

રામભાઈ મોકરિયાએ લખેલી કોમેન્ટ
એક ખૂબ જ જુના રાજકારણી મને મારા રૂપિયા પરત આપી રહ્યા નથી. તેઓ અબજોપતિ છે છતાં તેમની નીતિ અને નિયત ખૂબ જ ખરાબ છે. તેઓ 1980થી રાજકારણમાં સક્રિય થયા હતા અને તાજેતરમાં છેલ્લે ગુજરાતમાંથી તેઓ નિવૃત થયા છે.

મારી પાસે તમામ પુરાવા છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ નેતા ભાજપના પીઢ નેતા છે અને હાલમાં જ રાજ્ય બહાર તેઓ નિવૃત થયાં છે. મેં રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવા પણ મારી પાસે છે. આવનાર દિવસોમાં જરૂર જણાશે તો પુરાવા સાથે ખુલાસા કરીશ. ત્યારે હાલ તો રામભાઈની એક કોમેન્ટે જ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને અંગત રીતે આપેલ રૂપિયામાં પરત અપાવવા ભાજપ પાર્ટી અને સરકાર તેમને મદદ કરશે કે, કેમ? તે જોવું મહત્વનું રહેશે.

Previous Post Next Post