ભાવનગર SITએ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો, ઝડપાયેલા આરોપીઓનો આંક 36 પર પહોંચ્યો | Bhavnagar SIT has nabbed one more accused, taking the number of nabbed accused to 36 | Times Of Ahmedabad

ભાવનગર14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે સ્પેશ્યિલ ઈન્વેસ્ટીગેશન ટીમે ડમી કાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીઓની ધડપકડ કરી છે,જેમાં એસ.ઓ.જીએ મનોજ પ્રાગજીભાઈ બારૈયા રહે. તરસરા તા.તળાજા, જિ.ભાવનગર વાળાને ઝડપી લીધો છે આમા, ડમીકાંડમાં 36 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તેમાંથી 15 ઝડપાયા છે જ્યારે એ FIRમાં ઉલ્લેખ ન હોય તેવા 21 આરોપીઓ સહિત કુલ 36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

36 સામે ગુન્હો નોંધાયો હતો
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા જુનીયર કલાર્કની કસોટી ને લઈને ભાવનગર તથા બોટાદ તથા અમરેલી જિલ્લાના ગામડાઓના 35થી વધુ વિદ્યાર્થીઓએ ગેરરીતિ આચરી મૂળ વિદ્યાર્થીના સ્થાને ડમી વિદ્યાર્થીઓ બેસાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી જેમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં 36 સામે ગુન્હો નોંધાયો હતો,

સમગ્ર મામલાની તપાસ માટે કરવામાં આવી છે SITની રચના
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.

કઈ રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ ?
આરોપીઓ પોતાના ફાયદા માટે એકબીજાના મેળાપીપણામાં વર્ષ 2012થી 2023 દરમિયાન ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનારા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધારકાર્ડ ઉપરના ફોટોગ્રાફ લેપટોપના માધ્યમથી ચેડા કરી તેની જગ્યાએ ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષાઓ અપાવતા હતા.