સુરતમાં કારીગરો પર હુમલો કરી તસ્કર મોબાઈલ-રોકડ ઝૂંટવી ગયો,ગોવા-ચેન્નઈ સુધી રખડ્યો; અંતે પોલીસે દબોચ્યો | Smuggler attacked artisans in Surat, grabbed mobile-cash, ran to Goa-Chennai; Finally the police caught up | Times Of Ahmedabad
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક
સુરત શહેરના ખટોદરા પોલીસ મથકની હદમા આવેલ બમરોલી રોડ ખાતે સંચા ખાતાના કારીગરો ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરી લૂંટ કરીને ભાગી છૂટેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષે ઓડીસાથી ઝડપી પાડ્યો છે.આરોપી 13 વર્ષથી પોલીસથી બચવા માટે અલગ અલગ રાજ્યો અને શહેરોમા જઈને રસોઈયો બની રહેતો હતો.સુરત પોલીસે આ આરોપીને પકડવા 30 હજાર રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું.
13 વર્ષે આરોપી ઝડપાયો
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વર્ષોથી નાસતા ફરતા વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.સુરતમાં લુંટના ગુનાને અંજામ આપી પોલીસ થી બચવા 13 વર્ષથી સુરત છોડી નાસી ભાગી ગયો હતો.ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે મળેલી બાતમીને આધારે 13 વર્ષ થી ભાગતા ફરતા આરોપીને ઓડિસાના કેન્દ્રપાડા જિલ્લા ખાતે જઈને ઝડપી પડ્યો હતો.
વર્ષ 2010માં કારીગરો પર હુમલો કરી લુટ કરી હતી
સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપી રંજન ઉર્ફ ગલિયા બિરાબર પરીડાને ઓરિસ્સાથી ઝડપી પાડયો હતો.ઓરિસ્સાથી તેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને સુરત લઇ આવી પૂછપરછ હથ ધરી હતી.અને આરોપી અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ વર્ષ 2010 માં રાત્રીના સમયે બમરોલી રોડ ખાતે આવેલ સંચા ખાતામા તલવાર,ચપ્પુ, ખંજર લઈને ઘુસી ગયો હતો.અને ત્યા કામ કરતા નાઇટ પાળીના કારીગરો ઉપર હુમલો કરી તેઓને ઇજા પહોંચાડી તેમની પાસેથી રોકડા રૂ.16,130 તથા તેમના મોબાઇલ સહિતની મત્તાની લુંટ કરી નાશી ગયો હતો.
લૂંટ અને ધાડના ગુનાને પણ આંજામ આપ્યો હતો
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે એટલુંજ નહીં પકડાયેલ આરોપીએ લૂંટ અને ધાડના ગંભીર ગુનાને પણ અંજામ આપ્યો હતો.આરોપી રંજન ઉર્ફ ગલિયા બિરાબર પરીડા ગુનાને અંજામ આપી છેલ્લા 13 વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ હતો.
આરોપી પોલીસ થી બચવા રસોયો બની ગયો હતો
રંજન પરીડા પોલીસથી બચવા રસાયો બની ગયો હતો.આરોપી ગુનાને અંજામ આપી પોતાના ગામ પહોંચ્યા બાદ તે તેના ગામથી દુર આવેલ અનુગુલ સ્ટીલ પ્લાન્ટમાં રસોઇ બનાવવાના કામ કરવા લાગ્યો હતો.તેમજ ભુવનેશ્વર ખાતે પણ રસોઇનુ કામ કર્યા બાદ ગોવા ખાતે મજૂરી કામ કરવા લાગ્યો હતો.ત્યાર બાદ ચેન્નઈમાં ચાર વર્ષ સુધી વોચમેન તરીકે કામ કરતો હતો.અને હાલમાં પોતાના કેન્દ્રપાડા ટાઉનમાં ચાટની લારી તેમજ ખેત મજૂરી કરવા લાગ્યો હતો.
પોલીસે 30 હજારનું ઇનામ જાહેર કર્યું હતું
સુરતમાં વર્ષ 2010 માં લુંટના ગુનાને અંજામ આપી 13 વર્ષથી પોલીસ ને ચકમો આપી નાસતા ફરતા આરોપી રંજન ઉર્ફ ગલિયા બિરાબર પરીડા ને પકડવા પોલીસે અનેક પ્રયાસો કર્યા હતા.જેને લઇ આખરે આરોપીને પકડવા માટે પોલીસે તેની ઉપર 30 હજા૨ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.જોકે હાલ તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઓરિસ્સાથી ઝડપી પાડી તેના વિરુદ્ધ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Post a Comment