Sunday, May 28, 2023

વડોદરામાં પાનના ગલ્લામાં મળસ્કે એક તસ્કર ઘૂસ્યો, રોકડ રકમ અને સિગારેટ સહિતનો સામાન ચોરીને ભાગી છૂટ્યો | A smuggler broke into Panna Galla in Vadodara, stole cash and goods including cigarettes and escaped. | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
તસ્કર સીસીટીવીમાં કેદ. - Divya Bhaskar

તસ્કર સીસીટીવીમાં કેદ.

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં આવેલા રોયલ પાનમાં આજે વહેલી સવારે એક તસ્કર ઘૂસ્યો હતો અને રોકડ રકમ અને સિગારેટ સહિતનો સામાન ચોરીને ભાગી છૂટ્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનની અંદર અને બહાર લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

દુકાનમાંથી રોકડ અને સામાનની ચોરી
ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં આવેલા રોયલ પાનના ગલ્લાના માલિક હાજી ઐયુબ દૂધવાલાએ જણાવ્યું હતું કે, આજે મળસ્કે 4.15 વાગ્યે એક તસ્કર મારી દુકાનમાં ઘૂસ્યો હતો અને 16 હજાર રૂપિયાનનો સિગારેટ સહિતનો ગલ્લાનો સામાન અને 6 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી હતી. તસ્કર દુકાનમાંથી ચોરી કરીને 4.28 વાગ્યે ભાગી ગયો હતો. આજે સવારે સફાઇકર્મીએ મારી દુકાનનું શટર ખુલ્લુ જોતા તેને મારા ભત્રીજાને જાણ કરી હતી અને મારા ભત્રીજાએ મને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી.

પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં હું મારી દુકાને પહોંચી ગયો હતો અને મેં તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી દીધી હતી. જેથી વારસીયા પોલીસનો સ્ટાફ આવી ગયો હતો. પોલીસે આ મામલે મારી અરજી લઇને વધુ તપાસ શરૂ કરી છે.

અગાઉ આ દુકાનમાં તોડફોડ થઈ હતી
2 મહિના પહેલા વડોદરાના સંગમ ચાર રસ્તા નજીક આવેલા ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટમાં જૂની અદાવતમાં વેપારીને માર મારીને દુકાનના કાચ તોડી નાખ્યા હતા અને આ મામલે 4 આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વારસીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.