Header Ads

સાબરકાંઠા SOGએ ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરોને ઝડપી પાડ્યા; ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે 16 એજન્સીઓએ ઇટ્રોગેશન કર્યું | Sabarkantha SOG busts illegal squatters; 16 agencies investigated whether they were involved in illegal activities | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા SOGની ટીમે બાતમીના આધારે હિંમતનગરમાં આવેલી એક ટી-શર્ટ બનાવતી ફેકટરીમાં ગેરકાયદેસર રીતે કામ કરતા 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘૂસણખોરો કોઇ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.

આ અંગે SOG સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે આવેલી એક ફેકટરીમાં કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોરો કામ કરી રહ્યા હોવાની બાતમીના આધારે SOG PI એન.એન.રબારીના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસ કરી રહી હતી. તે દરમિયાન SOG PSI કે.બી. ખાંટને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, અશ્વમેઘ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી પૂજા ફેશન નામની ટી-શર્ટ બનાવતી કંપનીમાં શંકાસ્પદ પરપ્રાંતિય શખ્સો રહે છે. બાતમીના આધારે તપાસ કરતા ગેરકાયદેસર રીતે 9 શખ્સો રહેતા હોવાનું માલુમ પડ્યું હતું. જેમની પાસે પાસપોર્ટ કે કોઇપણ પુરાવાની માહિતી ન હતી.

પૂજા ફેશનના માલિક જગદીશભાઇ તુલસીભાઇ પટેલની પુછપરછ કરતા તેઓ પણ આ અંગે કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા ન હોવાથી પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર 9 બાંગ્લાદેશી નાગરિકોને ડીટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે નહી તે અંગે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે. વિવિધ 16 જેટલી એજન્સીઓ તમામ 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ ATS દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પણ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જેને લઈને અગામી દિવસમાં બીજા ઘૂસણખોરો પણ ઝડપાઈ શકે છે.

ઝડપાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો

  1. મોહંમદ રોતન મોહમંદ નિઝામુદીન મીયા (ઉ.વ.27, મૂળ રહે. વિશ્વનાથપુર, રામગોપાલપુર, થાણા-ગૌરીપુર, તા.જલા, જિ.માંઇમાંશી, બાંગ્લાદેશ)
  2. પલાશ કુશનઅલી ઉદ્દીન (ઉ.વ.21, મુળ રહે. વિશ્વનાથપુર, રામગોપાલપુર, થાણા-ગૌરીપુર, તા.જલા, જિ.માંઇમાંશી, બાંગ્લાદેશ)
  3. મોહમંદ ઓહાબ મોહંમદ મનીરૂદ્દીન માંડલ (ઉ.વ.42, મુળ રહે. કોલમાં વિસ્તાર, વોડ નં.7, સાવર, જિ.ઢાંકા, બાંગ્લાદેશ)
  4. ફોરહાદ જોયનલ શેખ (ઉ.વ.30, મુળ રહે. કોલમાં વિસ્તાર, વોડ નં.7, સાવર, જિ.ઢાંકા, બાંગ્લાદેશ)
  5. મહમંદ અન્વર હુસેન મહમંદ મુસ્તફીયા ફકીર (ઉ.વ.23, મુળ રહે. નંદુરા બોશું બજાર, જિ.નેત્રોકોણા, ઢાકા, બાંગ્લાદેશ)
  6. મોનીરૂઝમન મહમંદ ફુઝુલ હક્ક અબ્દુલ રસીક શેખ (ઉ.વ.30, મુળ રહે. ઇસાઇલ વેપારી પાળા, કઠાખાલી, કુલબરીયા, માંઇમાંશી, બાંગ્લાદેશ)
  7. મોહમંદ સાયદુલ મોહમંદ મલીક ઇસ્લામ (ઉ.વ.38, મુળ રહે. બહાદુરપુર, નીઓપારા, પો.ચંન્દ્રા, જિ.બારીશલ, બાંગ્લાદેશ)
  8. રાકીબ ઉર્ફે મુકતાર શાયદઅલી આકુન્દો (ઉ.વ.23, મુળ રહે. પંદ્રાનંગ બારા, હજરતપુર, જિ.રંગપુર, બાંગ્લાદેશ)
  9. મહેબુબ આલમ મોતીઉર રહેમાન મનીકમીયા ઇસ્માલ (ઉ.વ.28, રહે. મુલાઇ, પોસ્ટ ટેગ્રા, જિ.ગાજીપુર, બાંગ્લાદેશ)

Powered by Blogger.