Tuesday, May 30, 2023

સુરતમાં SOG પોલીસે રાંદેર રોડ પર દુકાનમાં દરોડા પાડી રૂ.2.11 લાખની વિદેશી સિગારેટ ઝડપી | In Surat, SOG police raided a shop on Rander Road and seized foreign cigarettes worth Rs 2.11 lakh. | Times Of Ahmedabad

સુરત13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુરતમાં ફરી એક વખત SOG પોલીસે પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો સુરતમાંથી ઝડપી પાડયો છે.પોલીસે પ્રતિબંધિત સિગારેટ વહેંચતા એક આરોપીને ઝડપી પાડયો છે.પોલીસે 2 લાખથી વધુની સિગારેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

SOG પોલીસને બાતમી મળી
સુરતમાં SOGની ટીમને બાતમી મળી હતી કે પાલપુર પાટીયા રાંદેર રોડ ગણેશ મંદીરની સામે આવેલ મંગલમુર્તી શોપીંગ સેન્ટર દુકાન નં.22માં “સુભાષ ટ્રેડર્સ” નામની દુકાનમાં સરકારની ટેક્સ ચોરી અને વોર્નિંગ વિનાની સિગારેટ વેચાઈ રહી છે.જ્યા પોલીસની ટીમ દ્વારા રેઇડ કરી વેપારીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

કુલ 1150 નંગ પેકેટ મળી આવ્યા
સુરત SOG પોલીસે દુકાનમાં રેઈડ કરી વેપારી સુભાષભાઈ લાલચંદ અમરનાણીને ઝડપી પાડયો હતો. પોલીસની ટીમ દ્વારા તેની દુકાનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ હેલ્થ વોર્નીંગ વગરની અને સરકારના ટેક્સ ચોરીની સિગરેટ નો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે BLACK કંપનીની સિગરેટના પેકેટ 210 નંગ,ESSE Gold કંપનીની સિગરેટ પેકેટ 50 ESSELight કંપનીની સિગરેટ પેકેટ 660 નંગ અને ESSE BLACK 230 નંગ મળી કુલ પેકેટ 1150 નંગ મળી કુલ 2,11,200ની સિગરેટના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.