ક્યાંક તૂટેલા નળ તો ક્યાંક સિમેન્ટના સ્ટેન્ડપોસ્ટ પણ ઊખડીને હાથમાં આવી જાય; કેટલાંક ગામોમાં નળ છે પણ જળ આવ્યું જ નથી | Somewhere broken taps and someplace cement standposts are uprooted; Some villages have taps but water has not come | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા શહેરા અને ગોધરા તાલુકાના વિસ્તારમાં નલ સે જલ યોજના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી છે. તેમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવતા સમગ્ર જિલ્લા સહિત રાજકારણમાં ખળભળાટ મચી જવા પામી હતી.

સિમેન્ટના સ્ટેન્ડપોસ્ટ તૂટેલી હાલતમાં

સિમેન્ટના સ્ટેન્ડપોસ્ટ તૂટેલી હાલતમાં

દિવ્ય ભાસ્કરે નલ સે જલ યોજનાની કામગીરી અંગે રિયાલિટી ચેક કર્યું
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાનાં ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે શહેરા તાલુકાના 66 અને ગોધરા તાલુકાના 11 ગામોમાં વાસ્મો કચેરી દ્વારા એક વર્ષ પૂર્વે નલ સે જલ યોજનામાં કરવામાં આવેલા ભ્રષ્ટ અને તકલાદી કામગીરીઓ સંદર્ભમાં પોતાની અંગત ઈજનેર દ્વારા સ્થળ તપાસના અહેવાલ તૈયાર કરાવ્યા બાદ 2022ના જૂન મહિનામાં તત્કાલીન સમયના ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ અને ત્યારબાદ હાલના પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવરીયાના સમક્ષ કરેલ લેખિત રજૂઆતના પત્રો સાથે નલ સે જલ યોજનામાં વાસ્મો વિભાગ દ્વારા હલકી ગુણવત્તાવાળા કામો કરીને મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરેલા છે. અને આ યોજના નિષ્ફળ ગઈ હોવાથી આ સમગ્ર યોજનામાં એસીબી દ્વારા તપાસ કરવામાં આવે ના લખાણ સાથે આ પત્રોને facebook એકાઉન્ટ ઉપર મુકતા ભારે ખળભળાટ મચી જવા પામી હતી. જેને લઇને દિવ્ય ભાસ્કરની ટીમ આજરોજ ગોધરા તાલુકાના ટીંબાના મુવાડી, કબીરપુર અને છાપરીયા ગામે જે નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે. તેની રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી.

ગામમાં નળ તો છે પણ પાણી નથી

ગામમાં નળ તો છે પણ પાણી નથી

કેટલીક જગ્યાએ કનેક્શન જમીનમાં દટાઈ ગયેલી હાલતમાં છે
ગોધરા તાલુકામાં આવેલા ટીંબા ગામની મુવાડી, કબીરપુર અને છાપરીયા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે. તેને લઈને દિવ્ય ભાસ્કરની ટીમ આ તમામ ગામોમાં પહોંચી હતી. જ્યાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું હતું કે, જે કામગીરી કરવામાં આવી છે તેમાં જે પ્રકારે કામગીરી કરવી જોઈએ તે પ્રકારે કામગીરી કરવામાં આવી નથી. વાસ્મો યોજના અંતર્ગત નળ કનેક્શન છેવાડાના માનવી સુધી પહોંચાડી તો દીધા, પરંતુ જે પ્રકારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ કામગીરી કરવાની હોય તે પ્રકારે કામગીરી કરી નથી અને ઘરે-ઘરે આવવા જવાના રસ્તા ઉપર કનેક્શન નાખી દેવામાં આવ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ તો કનેક્શન આપ્યા છે, પરંતુ જમીનમાં દબાઈ ગયા છે. ખાલી નળ સે જલ યોજના અંતર્ગત વેઠ ઉતારવામાં આવી છે. જેને લીધે ગોધરા તાલુકાના ટીંબા ગામની મુવાડી, કબીરપુર અને છાપરીયા ગામની મહિલાઓને પીવાના પાણી માટે પારાવાર તકલીફ વેઠવી પડી રહી છે. જ્યારે કેટલીક મહિલાઓ એમ કહી રહી છે કે પાણી માટે કનેક્શન તો આપી દીધા પરંતુ હજુ સુધી નળ સુધી પાણી પહોંચ્યું નથી

લોકોને નલ સે જલ યોજનાનો લાભ ફક્ત દેખાવ પૂરતો જ

લોકોને નલ સે જલ યોજનાનો લાભ ફક્ત દેખાવ પૂરતો જ

હજુ સુધી પીવાનું પાણી અમારા ઘરના નળ સુધી પહોંચ્યું નથી
ત્યારે ટીંબા ગામની મુવાડી ગામે રહેતા ઉષાબેને દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં 200 ઘરની વસ્તી ધરાવતું ગામ છે. જ્યાં નલ સે જલ યોજના અંતર્ગત નળ કનેક્શન નાખવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી પીવાનું પાણી અમારા ઘરના નળ સુધી પહોંચ્યું નથી. અમારા ફળિયામાં જેટલી જગ્યાએ નળ નાખવામાં આવ્યા છે તે તૂટેલ અને હલી ગયેલા હાલતમાં નજરે પડી રહ્યા છે. ઘણા સમયથી કનેક્શન નાખ્યા છે તે ખાલી શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે.

કેટલાક ગામોમાં નળની હાલત અતિ જર્જરિત

કેટલાક ગામોમાં નળની હાલત અતિ જર્જરિત

હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને કામગીરી કરેલી છે
ગોધરા તાલુકાના કબીરપુર ગામે રહેતા કિરણભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા કબીરપુર ગામમાં 800થી 900 ઘર આવેલા છે અને જ્યાં 2000 જેટલા લોકો વસે છે. જ્યારે નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે, પરંતુ અમુક જગ્યાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને કામગીરી કરેલી છે. જેના લીધે એક જ મહિનામાં નળ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. અમુક જગ્યાએ કનેક્શન આપ્યા છે ત્યાં તો નળ તૂટેલા હાલતમાં તો ક્યાંક તો જમીનમાં દટાયેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. આમ અમારા કબીરપુર ગામમાં જે પ્રકારે કામગીરી થવી જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી અને મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોય તેવો ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો.

નલ સે જલ યોજનાના લાભ માટે ગામ લોકોની માગ

નલ સે જલ યોજનાના લાભ માટે ગામ લોકોની માગ

અમને પીવાના પાણીમાં ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે​​​​​​​
​​​​​​​ગોધરા તાલુકાના છાપરીયા ગામે રહેતા જયદીપભાઇએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગોધરા તાલુકાના છેવાડે આવેલ અમારું ગામ છે. અમારા ગામમાં 1,000ની વસ્તી ધરાવતું ગામ છે અને અમારા ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી, પરંતુ હજુ સુધી અમને પીવાનું પાણી મળ્યું નથી. જે નળ માટે કનેક્શન આપવાની કામગીરી કરવામાં આવી છે. તેમાં હલકી કક્ષાનું મટીરીયલ્સ વાપરવાના લીધે આજે પણ આ નળ કનેક્શન જમીનમાં દટાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. કારણકે જે પ્રકારે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર જે ધ્યાન આપવું જોઈએ તે પૂરતું ધ્યાન આપ્યું નથી. જેના લીધે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. જેના લીધે અમારે અમને પીવાના પાણીમાં ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે અને અમારા ગામની મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવાનો વારો આવ્યો છે. ઘણી વખત અમારા ગામની મહિલાઓ કુવામાં, તળાવમાં કે બોરમાં પાણી ખેંચીને લાવે છે જેને લઇને ખૂબ જ તકલીફ પડી રહી છે.

ક્યાંક નળના નામે પણ ગેરરીતિ

ક્યાંક નળના નામે પણ ગેરરીતિ

દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે​​​​​​​
​​​​​​​ત્યારબાદ ગોધરાના છાપરીયા ગામના રહેતા વિનોદભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં એક હજાર જેટલી વસ્તી વચ્ચે 500 જેટલા નળ કનેક્શન વાસ્મો યોજના અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ આપવામાં આવ્યા હતા, પરંતુ હાલ તે નળ કનેક્શન તૂટી ગયેલ છે અને ઘણા કનેક્શન જમીનમાં દબાઈ ગયા છે. જેના લીધે ભર ઉનાળામાં પીવાના પાણીનો કકળાટ ઉભો થવા પામ્યો છે અને ખૂબ જ તકલીફ પડી રહી છે અને ઢોર માટે અને અમારા માટે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી. દૂર દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. આમ નલ સે જલ યોજના અંતર્ગત જે પ્રકારે કનેક્શન આપવામાં આવ્યા છે. તેમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે.

ઘણા કનેક્શન જમીનમાં દબાઈ ગયા

ઘણા કનેક્શન જમીનમાં દબાઈ ગયા