Sunday, May 14, 2023

માતા માટે જમાઇ પણ દીકરા સમાન, પોતાની એક કીડની આપી દીકરીને સૌભાગ્યવતી રાખી | A son-in-law is also like a son to a mother, he gave one of his kidneys to make his daughter lucky | Times Of Ahmedabad

સુરત23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
એક બાજુ સાસુ કિરણબેન, દીકરી હર્ષિની અને જમાઇ અરકેશભાઇ. - Divya Bhaskar

એક બાજુ સાસુ કિરણબેન, દીકરી હર્ષિની અને જમાઇ અરકેશભાઇ.

  • માતા માટે જમાઇ પણ દીકરા સમાન, પોતાની એક કીડની આપી દીકરીને સૌભાગ્યવતી રાખી

શ્રીમતી અરૂણાબેન પટેલના પુત્ર રીતેશ પટેલનો રિપોર્ટ
માતા હંમેશા પોતાના સંતાનોને નિ:સ્વાર્થ ભાવે પ્રેમ કરતી હોય છે. અમદાવાદમાં રહેતી માતાએ સુરતમાં રહેતી દીકરીનો સુહાગ બચાવવા જમાઈને કિડની આપી નવજીવન આપ્યું છે. પાર્લે પોઇન્ટ પાસે સૌમ્ય એપાર્ટમેન્ટમાં રહેતા અને હીરાનો વેપાર કરતા અશ્વિનભાઇ શાહના 33 વર્ષીય પુત્ર અરકેશને બાળપણથી યુરીન પ્રોબ્લેમ રહેતો હતો.

ધીરે ધીરે કિડની પર અસર થવા લાગી હતી. વેપારીના પુત્ર અરકેશના વર્ષ 2015માં લગ્ન થયા પછી 4 વર્ષમાં બિમારીને કારણે બન્ને કિડની ફેઇલ થઈ હતી. જેના કારણે ડાયાલિસીસ કરાવવું પડતું હતું. લગભગ દોઢેક વર્ષ સુધી ડાયાલિસીસ કરાવ્યું હતું. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અરકેશના માતા-પિતા, પત્ની અને ભાઈ કિડની આપવા તૈયાર હતા. પરંતુ બ્લડ ગૃપ મેચ થતું ન હતું. બીજી તરફ જમાઇની બન્ને કિડની ફેઇલ થઈ હોવાની ખબર પડતા સાસુ પણ સુરત દોડી આવ્યા હતા. પછી તેઓએ મનથી કહ્યું કે હું મારા જમાઇને કિડની આપીશ.

મને કંઈ પણ થાય તો વાંધો નહિ પરંતુ હું મારી દીકરીના સુહાગને જરા યે આંચ આવવા નહિ દઉ, આ વાત સાંભળી જમાઈ-દીકરી અને વેવણ-વેવાઇ તેમજ દીકરીના જેઠ-જેઠાણી તમામ ભાવુક થઈ ગયા હતા. સાસુએ જમાઇને કિડની આપવાની વાત કરી પછી બ્લડ ટેસ્ટ સહિતના અનેક ટેસ્ટો કરાયા જેમાં સાસુ અને જમાઇના તમામ રિપોર્ટ મેચ થતા ડોક્ટરે સાસુને કહ્યું કે તમે કિડની આપી શકો છો. વર્ષ 2019માં અરકેશે અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. બન્નેનું ઓપરેશન સફળ રહ્યા હતા. સાસુએ જણાવ્યું કે કિડની આપ્યા પછી મારી તબિયત સારી છે. મારૂ પ્રેશર રહેતું હતું તે પણ નીકળી ગયું છે. જમાઈની પણ તબિયત નોર્મલ છે. 53 વર્ષીય સાસુ કિરણબેન શાહ અમદાવાદમાં રહે છે. તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.