જૂનાગઢમાં ઈ-મેમોનો દંડ ભરવામાં બેદરકારી દાખવનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરવા એસપીની સૂચના | SP instructions to take action against motorists who are negligent in paying e-memo fines in Junagadh | Times Of Ahmedabad

જુનાગઢ28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમશેટ્ટીએ સીસીટીવી કેમેરાથી વોચ રાખી, શહેરમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે જેને લઇ જૂનાગઢ પોલીસ દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરી, વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરુદ્ધ વાહન ડીટેઈન, ડ્રાઈવીંગ લાઈસન્સ રદ કરવા તેમજ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવા માટેની આકરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલણ ની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરતા હોય છે. પરંતુ, અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇ મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહિ હોવાની બાબત જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમશેટીના ધ્યાને આવતા, ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરૂધ્ધ વાહન ડીટેઈન, ડ્રાઈવીંગ લાઈસન્સ રદ કરવા તેમજ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવા સુધીની આકરી કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી છે. જેને લઈ વાહન ચેકીંગ દરમ્યાન પસાર થતા વાહનોના નંબર પોલીસ પોતાના મોબાઇલ ફોનમાંથી ચેક કરશે, અને જે તે વાહન ચાલકનુ ઇ-ચલણના દંડની રકમ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઇ હોય અને ભરપાઇ કરેલ ના હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ સ્થળ પર જ વાહન ડીટેઇન તથા લાઇસન્સ રદ કરવા અને કોર્ટમાં કેસ દાખલ કરવા સુધીની એસ.પી દ્વારા કાર્યવાહી કરવાની સૂચના અપાઇ છે.

ત્યારે ઈ મેમો ના ભરનાર વાહન ચાલક પાસે દંડ વસૂલવા જુનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી મોતીબાગ, ટીંબાવાડી ,મધુરમ ,ઝાંઝરડા બાયપાસ, સાબલપુર ચોકડી, બસ સ્ટેશન ,મજેવડી ગેટ ,કાળવા ચોક ના અલગ અલગ મુખ્ય માર્ગો પર પોલીસ ટીમો દ્વારા સીસીટીવી ની મદદથી ઈ મેમો ન ભરનાર વાહન ચાલકને રોકી ઈ- મેમો વસૂલવામાં આવે છે.

જેથી જે વાહન ચાલકોના ઈ-મેમો ઇસ્યુ થયા છે, તેઓએ તાત્કાલિક દંડ ભરવાની કાર્યવાહી કરવા જુનાગઢ એસ.પી રવિ તેજા વાસમ શેટ્ટી એ જણાવ્યું છે અને ઈ-મેમો ના ભરનાર વાહન ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.* જૂનાગઢના નાગરિકો પોતાના વાહનનુ ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહિ તે https://echallanpayment.gujarat.gov.in/ ઉપર લોગીન કરી, વાહન નંબર નાખીને ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે. વધુમાં, ઓફ લાઈન પેમેન્ટ ભરવા માટે “નેત્રમ શાખા” (કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ) પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નવી કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, શશીકુંજની સામે, મીરા નગર રોડ જુનાગઢ, તેમજ સીટી ટ્રાફીક શાખા રેલ્વે સ્ટેશન સામે, જૂનાગઢ ખાતે દરરોજ (રજાના દીવસોમાં પણ ચલણ ભરવાની બારી ખુલી રાખવામાં આવશે) રૂબરૂ ભરી શકાશે.