રેલવે પાટા પર વેગમર્યાદા માટે સ્પીડ સેન્સિંગ ડિવાઈસ; પુણે, નાશિક જતી ટ્રેનને ઘાટમાં બ્રેક નહીં લાગે અને ઝડપ વધશે | speed sensing devices for speed limits on railway tracks; Pune-Nashik bound trains will not have brakes at the ghats and the speed will increase | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • Speed Sensing Devices For Speed Limits On Railway Tracks; Pune Nashik Bound Trains Will Not Have Brakes At The Ghats And The Speed Will Increase

મુંબઈ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરક્ષા ટેકનોલોજીનો ઉપયોગ કરીને કસારા અને કર્જત ઘાટના માર્ગે ઊભી રહ્યા વિના ટ્રેનની અવરજવર ચાલુ રહેશે. ઘાટના રેલવે પાટા પર કલાકે 30 કિલોમીટરની વેગમર્યાદાનું સ્પીડ સેન્સિંગ ડિવાઈસ (એસએસડી) શરૂ કરવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો છે. આ ટેકનોલોજીના લીધે ઘાટમાં ટ્રેનની અવરજવરની કુલ ક્ષમતામાં 30 ટકાનો વધારો થશે. અત્યારે કર્જત અને કસારા ઘાટ માર્ગે મુંબઈ તરફ આવતી ટ્રેન અત્યંત ઢોળાવવાળા ઠેકાણે ઊભી રહે છે. આ ઠેકાણે ટ્રેનની બ્રેકની તપાસ કરવામાં આવે છે. એ પછી ટ્રેન ફરીથી મુંબઈની દિશામાં રવાના કરવામાં આવે છે.

સ્પીડ ઓછી કરવી, ટ્રેનનું થોભવું, ચાલુ થયા પછી અપેક્ષિત સ્પીડલિમિટ સુધી પહોંચવું જેવી બાબતોથી સમય વેડફાય છે. રેલવે પાટા પર એસએસડી શરૂ કરવાથી ઘાટમાં ટ્રેનનો રોકવાની જરૂર નહીં પડે. પાટા પરના સેન્સરના કારણે ટ્રેનની સ્પીડ કલાકના 30 કિલોમીટર કરતા વધારે થશે તો ઓટોમેટિક રીતે સિગ્નલ લાલ થશે. એસએસડી ટેકનોલોજી શરૂ થયા પછી ઘાટમાં ઊભા રહ્યા વિના ટ્રેનની અવરજવર શક્ય થશે. ઘાટના માર્ગમાં એસએસડી ન હોવાથી ટ્રેનને રોકીને તપાસ, ફરીથી શરૂ થઈને અપેક્ષિત સ્પીડ મેળવવા માટે સરેરાશ 2 થી 3 મિનિટનો સમય લાગે છે.

એના લીધે ઘાટમાં દરરોજ લગભગ 13 થી 14 કલાકનો સમય વેડફાય છે. કર્જત અને કસારાના માર્ગમાં એસએસડી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નિયોજન મધ્ય રેલવેનું છે. ચોમાસુ શરૂ થવા પહેલાં આ કામ પૂરું કરવાનો અમારો પ્રયત્ન છે એમ મધ્ય રેલવેના મુંબઈ વિભાગીય રેલવે વ્યવસ્થાપક રજનીશકુમર ગોયલે જણાવ્યું હતું.

30 ટકા ક્ષમતા વધશે : ઘાટ માર્ગમાં દરેક ટ્રેન દીઠ 2 મિનિટની બચત થતા ઘાટમાંથી પસાર થતી કુલ ટ્રેનના સમયપત્રકમાં 13 થી 14 કલાક કરતા વધારે સમય બચાવવો શક્ય થશે. એના લીધે ઘાટમાં ટ્રેનની અવરજવર કરવાની ક્ષમતામાં 25 થી 30 ટકા વધારો કરવો શક્ય થશે.

એસએસડી એટલે શું?
અત્યંત ઢોળાણવાળા ઘાટ માર્ગમાં ટ્રેન પર ઓટોમેટિક પદ્ધતિથી નિયંત્રણ રાખવાનું કામ એસએસડી ટેકનોલોજી કરે છે. રેલવે પાટા પર સેન્સર લગાડીને એને સિગ્નલ સાથે કનેક્શન આપવામાં આવે છે. સેન્સરમાં જરૂરિયાત અનુસાર સ્પીડલિમિટ નિશ્ચિત કરવામાં આવે છે. એસએસડી શરૂ કરવામાં આવતા પાટા પરથી ટ્રેન પસાર થાય ત્યારે એની સ્પીડની નોંધ થાય છે. સ્પીડલિમિટનું ઉલ્લંઘન કરવામાં આવે તો સેન્સરના માધ્યમથી સિગ્નલ લાલ થાય છે અને ટ્રેન રોકવામાં આવે છે.