ભાવનગર6 કલાક પહેલા
- કૉપી લિંક
ભાવનગરમાં સમરસ કુમાર છાત્રાલય મિટિંગ હોલ ખાતે “એક્સપર્ટ ટોક ઓન ઇન્ટરવ્યૂ ટેક્નીકસ” અંગે ગુરુવારે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો અને વિવિધ મુદ્દાઓ પર એક્સપર્ટને પ્રશ્નો પુછી પોતાની મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઇન્ટરવ્યૂની તકનીકો પર માર્ગદર્શન આપ્યું
એક્સપર્ટ ટોક ઓન ઇન્ટરવ્યૂ ટેક્નીકસ સેમિનારમાં ભાઈઓ ઉપરાંત સમરસ કન્યા છાત્રાલય ભાવનગરની કન્યાઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં વિધાર્થીઓએ સ્નાતક થયા પછી જોબ ફેરમાં ભાગ લેવામાં ઘણી સમસ્યાઑ ઉદ્ભવતી હોય છે. તેમાંથી મોટાભાગે પ્લેસમેન્ટ, રેસ્યુમે અને ઈન્ટરવ્યૂને લગતા પૂછાતા પ્રશ્નો, તકનીકી પ્રશ્નો વગેરેમાં કેવી રીતે તૈયારી કરવી તે અંગેના આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે જ્ઞાનમંજરી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજીના હેડ પ્રો.મૃગેશ મકવાણા દ્વારા ઇન્ટરવ્યૂની તકનીકો પર માર્ગદર્શન આપ્યું હતું, જેમાં સમરસ છાત્રાલયના કુમાર અને કન્યાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
માહિતી કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી બનશે
આ માહિતી તેઓને કારકિર્દીમાં ખૂબ જ ઉપયોગી નીવડે, તેવી શુભેરછા સમરસ કુમાર અને કન્યાના છાત્રાલયના અધિકારી એમ.કે.રાઠોડ, વી.સી.વસાણી દ્વારા પાઠવવામાં આવી હતી, તેમજ સેમિનારમાં વિધાર્થીઓને મળેલ જ્ઞાનવર્ધક માહિતીના ફિડબેક પણ લેવામાં આવ્યા હતા.