નાનપુરામાં ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળે મકાનમાં અચાનક આગ ભભુકી, રહેવાસી સમયસર બહાર નીકળી જતા જાનહાની ટળી | A sudden fire broke out in a building on the third floor of a three-storey building in Nanpura, and the occupants escaped in time to avoid death. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Sudden Fire Broke Out In A Building On The Third Floor Of A Three storey Building In Nanpura, And The Occupants Escaped In Time To Avoid Death.

સુરત12 મિનિટ પહેલા

  • કૉપી લિંક
નાનપુરા ત્રણ માળના બિલ્ડિંગમાં ત્રીજા માળે અચાનક આગ ભભુકી ઉઠી - Divya Bhaskar

નાનપુરા ત્રણ માળના બિલ્ડિંગમાં ત્રીજા માળે અચાનક આગ ભભુકી ઉઠી

સુરતના નાનપુરા માછીવાડમાં આજે ગ્રાઉન્ડ સહિત ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળે આવેલ એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આગની ઘટનાને પગલે સ્થળ પર નાશભાગ અને ભયનો માહોલ વવ્યાપી ગયો હતો.જોકે ત્રીજા માળ ૫૨ ૨હેતા સહીશો સમયસર બાહર નીકળી જતા જાનહાની ટળી હતી.જયારે ઘટના અંગે ફરાર વિભાગને જાણ કરવામાં આવતા ત્રણ અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

નાનપુરામાં બિલ્ડીંગ ના ત્રીજા મળે અચાનક આગ ભભુકી

ઉનાળાને લઈ શહેરમાં અવારનવાર આગના બનાવો સામે આવી રહ્યા છે. ઘરમાં ગાડીમાં કે ઓફિસના ઈલેક્ટ્રીક પાવરમાં ઓવરિટિંગને લઈ આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે.ત્યારે સુરતમાં ફરી એક વખત આ જ પ્રકારની આગની ઘટના સામે આવી છે.સુરતના નાનપુરા વિસ્તારમાં માછીવાડ ખાતે આવેલા હબીબશાહ મોહલ્લામાં ગ્રાઉન્ડ સહીત ત્રણ માળની બિલ્ડીંગ આવેલી છે.આ બિલ્ડિંગમાં આજે ત્રીજા માળના મકાનમાં અચાનક આગ લાગી ભભુકી ઉઠી હતી.

સમયસૂચકતા વાપરી બિલ્ડીંગના રહીશો સમયસર બહાર નીકળી ગયા

બિલ્ડિંગમાં ત્રીજા માળના એક મકાનમાં આગ ભડકી ઉઠી હતી અને જોત જોતામાં આગ આખા મકાનની અંદર પ્રસરવા લાગી હતી. જોકે ધુમાડો નીકળતો હતો ત્યારે ત્યાં રહેતા પરિવારે સમયસૂચકતા દાખવી હતી અને સમયસર નીચે ઉતરી ગયા હતા.જયારે ગ્રાઉન્ડ અને બીજા માળ પર રહેતા અન્ય રહીશો પણ સહીસલામત બહાર નીકળી ગયા હતા.જેને લઇ કોઈ જાનહાની થઈ ન હતી.

ત્રણ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી

આગની ઘટનાને પગલે સ્થળ ઉપર નાશભાગ મચી ગઈ હતી.ત્યારે બનાવ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા નવસારી બજા૨,મુગલીસરા અને મજૂરાગેટ ફાયર ત્રણ સ્ટેશનથી તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનોનો સાથે કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. અને આગને કન્ટ્રોલમાં કરવાની કવાયત હાથ ધરી હતી.

આગમાં ઘર વખરીનો સામાન બળીને ખાક

ઘટના સ્થળે પહોંચેલા ફાયર ઓફિસ૨ દેશમુખે જણાવ્યું હતું કે કંટ્રોલમાંથી ઘટનાની જાણ થતા જ ગણતરીના સમયમાં જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સાંકડી જગ્યામાં ત્રીજા માળે આગ લાગી હોવાથી આગને કાબુમાં લેવામાં થોડી તકલીફ પડી હતી. પરંતુ ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તેનું કારણ જાણી શકાયું ન હતું. આગને કારણે ઘરમાં રહેલા કબાટ,ગાદલા,પલંગ સહીત ઘર વખરી બળી ખાક થઈ ગઈ હતી. મકાનમાં રહેતા પરિવારના સભ્યો તેમજ અન્ય રહીશો પણ સમયસૂચકતા દાખવીને સહીસલામત બહાર નીકળી ગયા હતા.જેથી કોઈ જાનહાની નહીં થઇ ન હતી.