સમી સાંજે અચાનક જોરદાર પવન ફુંકાયો, રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઊડી, ઘર - સેડના પતરા ઉડ્યા તો વૃક્ષ ધરાશાયી થયા | A sudden strong wind blew in the evening, dust piles flew on the roads, leaves of houses and trees were blown down and many trees fell. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Sudden Strong Wind Blew In The Evening, Dust Piles Flew On The Roads, Leaves Of Houses And Trees Were Blown Down And Many Trees Fell.

સુરત26 મિનિટ પહેલા

  • કૉપી લિંક
સુરતમાં સમી સાંજે વંટોળ સાથે વાવાઝોડા જેવો પવન ફુકાયો હતો. - Divya Bhaskar

સુરતમાં સમી સાંજે વંટોળ સાથે વાવાઝોડા જેવો પવન ફુકાયો હતો.

સુરતના વાતાવરણમાં આજે સમી સાંજે અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં અચાનક જોરદાર પવન ફુંકાવા લાગ્યો છે અને મીની વાવાઝોડા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. અચાનક રસ્તાઓ પર ભારે પવનને લઇ ધૂળની ડમરીઓ ઉડી તો અમુક જગ્યાઓએ ઘરો અને સેડના પતરાઓ ઉડવા લાગ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. અચાનક ફૂકાયેલા પવનને લઇ રસ્તા પરથી જઈ રહેલા લોકો પણ ભારે પરેશાન થયા હતા.

સમી સાંજે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો
સુરતના વાતાવરણમાં આજે સમી સાંજ થતાં અચાનક જોરદાર પલટો આવ્યો હતો. શહેરમાં અચાનક વાવાઝોડા જેવો પવન ફુંકાવા લાગ્યો હતો. જેને લઇને સમગ્ર શહેરમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. સમી સાંજે અચાનક વંટોળ સાથેનો ભારે પવન ફૂંકાતા રસ્તા પરથી જઈ રહેલા વાહનચાલકો ,રાહદારીઓ અને અનેક લોકો પરેશાન થયા હતા. ધૂળની ડમરીઓ ઉડતા અનેક લોકો અટવાયા હતા.

પતરાના સેડ ઉડ્યા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા
​​​​​​​
સુરતમાં અચાનક વાતાવરણના પલટા સાથે સર્જાયેલ મીની વાવાઝોડાને લઇ જનજીવન પર ભારે અસર પડી હતી. શહેરમાં અનેક જગ્યાએ ભારે પવન ફુંકાવવાની ઘરો અને સેડના પતરાઓ ઉડ્યા હતા તો અનેક શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા તો અચાનક સર્જાયેલા વાતાવરણના પલટામાં ધૂળની ડમરીઓ સાથે ક્યાંક-ક્યાંક છૂટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા ત્યારે સમી સાંજે ભારે વંટોળથી વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે અચાનક વાવાઝોડા જેવો પવન ફૂકતા શહેરીજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

Previous Post Next Post