સુરેન્દ્રનગર7 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
સુરેન્દ્રનગર જિલ્લામા કોરોનાની ધીમા પગલે વિદાય થતી હોય એમ જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. જ્યારે આજે કોરોના પોઝિટિવના એક દર્દીને રજા આપવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 105માંથી 101 દર્દીઓ સાજા થતા હાલ ચાર જ એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.2જી મેને મંગળવારે 407 આરટીપીસીઆર અને 132 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 539 કોરોના ટેસ્ટ કરવામા કરવામા આવ્યા હતા.
જ્યારે આજે વધુ એક દર્દીને રજા અપાતા જિલ્લામાં કુલ 105 કેસોની સામે 101 લોકો કોરોનામુક્ત બનતા હાલ ચાર જ કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં સાયલા-1, થાનગઢ-2 અને વઢવાણ પંથકમાં 1 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. છતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, થાનગઢ અને સાયલા તાલુકામાં જ હાલ કોરોના એક્ટિવ કેસ છે. બાકીના તાલુકા હાલ તો કોરોના મુક્ત બન્યા છે.