હોસ્પિટલના કર્મચારીઓ પ્રશ્ને કોંગ્રેસના અચોક્કસ મુદતના ધરણા બાદ તંત્રએ ઓર્ડર કર્યા; ઓપરેટર સહિત ટેકનીશીયનોને છૂટા કરતા આક્રોશ ફેલાયો હતો | The system ordered after an indefinite sit-in of Congress over the hospital staff question; There was an outcry, firing the technicians including the operator | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • The System Ordered After An Indefinite Sit in Of Congress Over The Hospital Staff Question; There Was An Outcry, Firing The Technicians Including The Operator

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં 15 વર્ષથી ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારીઓને છુટા કરી દેવાતા કોંગ્રેસ દ્વારા શુક્રવારે થયેલ રજૂઆત બાદ શનિવારે દિવસભરના અચોક્કસ મુદ્દતના ધરણા યોજાયા હતા અને સાંજે કલેક્ટર સુધી ફરિયાદ પહોંચ્યા બાદ તેમના આદેશથી તમામ કર્મચારીઓને લેખિત ઓર્ડર આપીને નોકરી પર લેવા જણાવાયું હતું.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ભાવસિંહજી હોસ્પિટલમાં 15 વર્ષથી ફરજ પર રહેલા 18 ઓપરેટરો અને બે લેબ-ટેકનિશીયન અને ઇમરજન્સી ટેકનીશીયનને એકાએક ફરજ મુકત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. એડવાન્સમાં કોઇપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવ્યા વગર છુટા કરીને 20 જેટલા કર્મચારીઓને બેરોજગાર કરી દીધા હતા. ઓપરેટરની જગ્યા ઉપર નર્સીંગ કોલેજમાં એ.એન.એમની બિન અનુભવી વિદ્યાર્થીનીઓને ફરજ ઉપર લગાડી દેવામાં આવી. એજ રીતે લેબ ટેકનીશીયનની જગ્યા ઉપર એ.એન.એમની વિદ્યાર્થીનીને દબાણપૂર્વક ગોઠવી દેવામાં આવી હતી.

આ બાબતની જાણ કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયાને થતાં તેઓ ભાવસિંહજી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સિવિલ સર્જન ડો.તિવારી અને એડમીનીસ્ટ્રેટીવ ઓફીસરને તમામ કર્મચારીઓને ભાવસિંહજી હોસ્પિટલની વ્યવસ્થા ન તૂટે તે માટે રસ્તો કાઢવા ચર્ચા કરી હતી અને રામદેવ મોઢવાડીયાએ સૂચન કર્યુ હતું, કે રોગી કલ્યાણ સમિતિમાં પૂરતું ફંડ હોઇ તેમાંથી આ મહિના પૂરતો પગાર કરીને ફરજ પર લઇ લેવા જોઇએ અને એ દરમ્યાન બાકીની વહીવટી પ્રક્રિયા પૂરી કરીને આ કર્મચારીઓને કન્ટીન્યુ કરવા જોઇએ. ત્યારે સિવિલ સર્જન અને વહીવટી અધિકારી સંમત થયા હતા અને અત્યારે જ ફરજ પર લઇ લેશું તેવી બાંહેધરી રામદેવ મોઢવાડીયાને આપી હતી.

પરંતુ વહિવટી અધિકારીના નકારાત્મક વલણને કારણે ગઇકાલે પણ નિર્ણય કર્યો ન હતો અને આજે પણ નિર્ણય ન કરતા રામદેવ મોઢવાડીયા ભાવસિંહજી હોસ્પિટલે સીવીલ સર્જનને આર.એમ.ઓની હાજરીમાં મુલાકાત કરી હતી. રામદેવ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, સીવીલ સર્જન અને આર.એમ.ઓએ ફોન કરીને નેહા માંકડને જાણ કરી હતી. પરંતુ ચાલુ ડ્યુટીએ નેહા માંકડ ડ્યુટી કરવાના બદલે ફિઝિયોથેરાપી વિભાગમાં કસરત કરતા હતા અને આવવાનો ઇન્કાર કર્યો હતો.

અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હોવા છતાં આ મહિલા કર્મચારી દ્વારા નક્કર કાર્યવાહી કરાવવાના બદલે જવાબ પણ નહીં અપાતા રામદેવ મોઢવાડીયાએ આક્ષેપ કર્યા હતા અને આ મહિલાના પરિવારના અનેક સભ્યો હોસ્પિટલમાં કઇ રીતે ફરજ બજાવી રહ્યા છે? તેની તટસ્થ તપાસની માંગણી પણ કરી હતી. એટલે કંઇ નિર્ણય ન થતાં રામદેવ મોઢવાડીયા સિવિલ સર્જનની ચેમ્બર સામે જ્યાં સુધી નિર્ણયની ઠોસ ખાત્રી ન મળે ત્યાં સુધી ધરણાં ઉપર બેસી ગયા હતા.

રામદેવ મોઢવાડીયાએ જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીને ટેલિફોનીક રજૂઆત કરતા તેમણે હોસ્પિટલના કર્મચારીઓને ત્યાં કચેરીએ હાજર થવા જણાવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલનો સ્ટાફ જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી ગયો હતો અને જિલ્લા કલેક્ટર કે.ડી.લાખાણીની સુચનાથી આ તમામ કર્મચારીઓને લેખિત નોકરી પર લેવાનો ઓર્ડર સિવિલ સર્જન દ્વારા મોડી સાંજે કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના આ ધરણામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રામ ઓડેદરા, શહેર પ્રમુખ અતુલ કારીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા ફારૂક સૂર્યા, મહિલા કોંગ્રેસના આગેવાન હંસા તુંબડીયા, ભારતી ગોહેલ, દક્ષા પાણખાણીયા, એન.એસ.યુ.આઇમાંથી કિશન રાઠોડ, તીર્થરાજ બાપોદરા, કોંગ્રેસના આગેવાન નરેશ થાનકી, જયેશ ઓડેદરા, દેવદાસ ઓડેદરા, પ્રતાપ ખુંટી, મનોજ મકવાણા, રામવન ગોસ્વામી, અશ્વિન મોતીવરસ, અશોક વારા સહિતના કાર્યકરો દોડી ગયા હતા.

Previous Post Next Post