સાબરકાંઠા (હિંમતનગર)36 મિનિટ પહેલા
- કૉપી લિંક
તલોદ પોલીસે ગણતરીના દિવસોમાં બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો…
તલોદ તાલુકાના સલાટપુર ગામમાં એક માસ અગાઉ ઘર આંગણેથી બે બાઇકોની ચોરી અંગે નોંધાયેલી ફરિયાદના આધારે તલોદ પોલીસે તપાસ દરમિયાન મોટર સાયકલની ચોરી કરતા પાંચ શખ્સોને ચોરીની ચાર મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા.
આ અંગેની વિગત એવી છે કે તલોદ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના એએસઆઇ જયપાલસિંહ તથા પો.કો. અશોક ચૌધરી, મહિપાલસિંહ વગેરે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.કો રાજેશકુમારને બાતમી મળી હતી કે હરસોલ ચોકડી તરફ બે ઇસમો નંબર પ્લેટ વગરનું પેશન પ્રો બાઈક લઇને આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે હરસોલ ચોકડી ખાતે નાકાબંધી કરી હતી. તે દરમિયાન બાતમીવાળા બે બાઇક હરસોલ ચોકડી પાસેથી પસાર થતા રોકી પુછપરછ કરતા નામ ઠામ પુછતા હર્ષિલકુમાર દલપતસિંહ ચૌહાણ (રહે.હરખના મુવાડા, તા.દહેગામ) અને ઇન્દ્રવદન ઉર્ફે ભયલો (ઉ.વ.26 , રહે.પાલુન્દ્વા, તા.દહેગામ) હોવાનું જણાવ્યું હતુ. બંનેને તલોદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બાઈક પોકેટક્રોપ મોબાઇલ સોફટવેરથી ચેક કરતા એક માસ અગાઉ સલાટપુર ખાતેથી ચોરી કરી હોવાની વિગત મળી હતી. જે અંગે તલોદ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી પુછપરછ કરતાં તેઓએ એક માસ અગાઉ સલાટપુર ગામમાંથી બે બાઇકની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ બાઇક ચોરીના આ ગુનામાં અન્ય ત્રણ શખ્સો પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતુ. જેના આધારે પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.18, રહે.પનાપુર, તા તલોદ), પરેશસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ બાલુસિંહ ઝાલા બંને (રહે.બડોદરા, તા.તલોદ)ની અટક કરી વધુ બે ચોરીની બાઇકો મેળવી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.
ખેરોજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપયા…
પોલીસે બાતમી આધારે લાંબડીયા નજીક વોંચ ગોઠવી ગાડીઓની તપાસ કરતા ગાડીમાંથી રૂપિયા 96,700ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 4,04,200ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અંગે ખેરોજ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પીઆઇ જે.એ.રાઠવા સ્ટાફ સાથે ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ગાડી નંબર GJ.01 KP.1239 માં વિદેશી દારૂનો જથ્થો ઉદેપુર રાજસ્થાનથી સિધ્ધપુર લઇ જવાનો છે. પોલીસે લાંબડીયા નજીક વોંચ ગોઠવી બાતમી મુજબની ગાડી આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 504 કિંમત રૂપિયા 96,700ના મુદ્દામાલ સાથે ચાંવડ કાળુજી ઓડ (ઉ.વ.24), અર્જુન રમેશભાઇ ઓડ (ઉ.વ.18) તથા સુરેશ પ્રભુભાઇ ઓડ (તમામ રહે.સુખેર, અંબેરી, તા.બડગાવ, જિ.ઉદેપુર)ની ધરપકડ કરી કુલ રૂપિયા 4,04,200નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડબ્રહ્માના ઝાંઝવાપણાઈ નજીક બાઇક ઝાડ સાથે ટકરાતા સવાર મહિલાનું મોત…
ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવાપણાઈ નજીક બાઈક ચાલેકે પુરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી રોડ સાઇડે ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જે દરમિયાન બાઈક પાછળ સવાર મહિલાનું મોત નીપજ્યું હતું. અકસ્માત બનાવવા અંગે ખેરોજ પોલીસ સ્ટેશનમાં બાઇક ચાલક સામેફરિયાદ નોંધાઇ છે.
અંગેની વિગત એવી છે કે રમેશભાઈ બકાભાઇ પારધી પોતાની માતા મીરાબેન બકાભાઇ પારધીને ઝાઝવાપણાઈથી બાઈક ઉપર બેસાડીને જઈ રહ્યાં હતા. તે દરમિયાન રસ્તામાં બાઇક પુરઝડપે અને બેદરકારીથી હંકારીને રોડની સાઈડમાં ઝાડ સાથે ટકરાવ્યું હતું. જેના કારણે બાઇક પાછળ બેઠેલા રમેશ બકાભાઇ પારધીની માતા મીરાબેનને ગંભીર ઇજાઓ તથા તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવવા અંગે અરજણ નરસાભાઇ ગમારે બાઇક ચાલક રમેશભાઈ બકાભાઇ પારધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.