તાંત્રિકે મને ખુલ્લા વાળ રખાવી નિર્વસ્ત્ર કરી બે પગમાં નારિયેળ બાંધી આખી રાત કુંડાળામાં ઉભી રાખી; પણ હું મંત્ર ભૂલી ગઈ તો બેભાન કરી નાખી | The Tantrika made me stand in a kundala all night with my hair uncovered and coconuts tied to my legs; But if I forgot the mantra, I fainted | Times Of Ahmedabad

છોટા ઉદેપુરએક કલાક પહેલા

  • કૉપી લિંક

આજકાલ અનેક લોકો અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખોની ઠગાઈનો ભોગ બનતા હોય છે. સામાન્ય લોકો તો ઠીક, પણ ભણેલા ગણેલા પણ તાંત્રિક વિધિમાં વિશ્વાસ કરે છે. પૈસાની લાલચે અમુકનો જીવ જાય છે. તો અમુક આ તાંત્રિક વિધિનો શિકાર બને છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપુરના કવાંટમાંથી સામે આવ્યો છે. કવાંટ તાલુકાના એક ગામની સગીરાને રૂપિયાની લાલચમાં ભોળવીને અપહરણ કરીને લઈ જઈ તેના ઉપર આખી રાત તાંત્રિક વિધિ કરવાની ઘટના બની હતી. છોટા ઉદેપુર જિલ્લોએ ગરીબ અને આદિવાસી જિલ્લો છે, અહીંયા લોકો મોટે ભાગે ખેતી અથવા ખેત મજૂરી સાથે સંકળાયેલા છે. જેને લઇને અહીંના લોકો રૂપિયા મેળવવા માટે અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. રૂપિયાની લાલચે સગીરાને તાંત્રિક વિધિમાં ખસેડવાનો આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. સગીરા જ્યાં કેશે ત્યાં રૂપિયાનો ઢગલો થશે. બધાને એક-એક કરોડ મળશે. બધા કરોડપતિ બનશેના આરોપીઓએ સપનાં જોયા, પરંતુ બન્યું કઈંક એવું ને સગીરાએ ઘરે પોતાના માતા-પિતાને વાત જણાવતા કઈ રીતે ભાંડો ફૂટ્યો?. અને શું થયું હતું તાંત્રિક વિધિ દરમિયાન?. આવો જાણીએ સગીરા સાથે બનેલી સમગ્ર ઘટના….

સગીરાને લઈ જનાર આરોપી વિકેશ

સગીરાને લઈ જનાર આરોપી વિકેશ

સગીરાને લાલચ આપી ગામથી બહાર લઈ ગયા
કવાંટ તાલુકાના એક ગામની એક સગીરાને રૂપિયા મેળવવા માટે લાલચમાં આવી ગામના જ બે શખ્સો લઈ ગયા હતા. ગામના જ એક યુવક વીકેશ અને સંગીતા નામની મહિલાએ સગીરાને પટાવી ફોસલાવીને પડીકી ખાવા દુકાને લઈ જવાના બહાને કહીને ઘરેથી લઇને નીકળ્યા હતા. સગીરાના માતા-પિતા ઘરે ન હતા અને સગીરાને રોકવા વાળું કોઈ ન હોવાથી સગીરા પણ તેમની સાથે ચાલતી થઈ હતી. આગળ જતાં સગીરાને બાઈક ઉપર બેસાડીને ત્રણેય જણા નસવાડી તાલુકાના ગામોમાંથી પસાર થઈને આંધળી ગામે પહોંચતા અન્ય બે બાઈક લઈને દિલીપ નામનો શખ્સ સહિત ત્રણ જણા આવી ગયા હતા. ત્યાંથી ત્રણેય બાઈક લઈને આગળ તણખલાથી આગળ એક ગામ પાસે પહોંચ્યા હતા. જ્યાં બે ઇકો ગાડી લઈને આવેલા અજાણ્યા ઈસમો સાથે ત્રણેય બાઈક મૂકીને ઇકો ગાડીમાં બેસી ગયા હતા.

ડાબેથી સગીરાને લઈ જનાર આરોપી વિકેશ

ડાબેથી સગીરાને લઈ જનાર આરોપી વિકેશ

ડેડિયાપાડાના એક મકાનમાં તાંત્રિક સાથે રાખી
ઈકો ગાડીમાંથી તેઓ તમામ લોકો નર્મદા જિલ્લાના ઘંટોલી ખાતે નદી કિનારે આવેલા એક ઘરમાં ગયા હતા. જ્યાં એક તાંત્રિકે આવીને સગીરાને મંત્ર શીખવાડ્યો હતો. જ્યારે બીજા દિવસે રાત્રે અન્ય તાંત્રિક આવ્યો હતો અને સગીરાને મકાનના એક ઓરડામાં લઈ જવામાં આવી હતી. કંકુ વડે એક કુંડાળું બનાવી અને તેમાં નિર્વસ્ત્ર કરવાનું કહેતા સગીરા નિર્વસ્ત્ર થઇ હતી. ત્યારબાદ તેને કપાળે ચાંદલો કરી, પગમાં નાળિયેર બાંધીને ઉભી રાખવામાં આવી હતી અને મંત્રજાપ શરૂ કરાવ્યા હતા. આ મંત્રજાપ આખી રાત કરવાના હતા, પરંતુ સગીરા પંદરેક મિનિટ પછી મંત્ર ભૂલી જતાં તાંત્રિક વિધિમાં ખલેલ પડી હતી અને વિધિ ફેઇલ થઈ હતી. જેને લઇને તાંત્રિકે સગીરાને લાવનાર સંગીતા, વિકેશ અને દિલીપને બોલાવીને આ સગીરાને પાછી લઈ જવા અને પંદર દિવસ પછી ફરીથી લાવવાનું કહીંને ઘરે મોકલી આપી હતી.

આરોપીને પોલીસે જેલ હવાલે કર્યો

આરોપીને પોલીસે જેલ હવાલે કર્યો

સગીરાએ ઘરે આવી માતા-પિતાને જણાવતા ભાંડો ફૂટ્યો
કવાંટ તાલુકાના આ ગામની સગીરાને આ વિધિમાં સામેલ થનાર તમામ લોકોને વિધિ પૂરી થયા બાદ સગીરા જે જગ્યા બતાવશે ત્યાં ખાડો ખોદશે ત્યાંથી રૂપિયા નીકળશે અને દરેક જણાને એક એક કરોડ મળશે. તેમ માનીને આ સગીરાનું અપહરણ કર્યું અને તેના ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી. કવાંટ તાલુકાની સગીરા બે દિવસ બાદ ઘરે આવતા તમામ હકીકત મા-બાપને જણાવતા તેઓએ કવાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કવાંટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સગીરા ઘરે પરત ફરતા ભાંડો ફૂટ્યો

સગીરા ઘરે પરત ફરતા ભાંડો ફૂટ્યો

‘ત્યાં કોઈ મહારાજ આવ્યો મને મંત્ર શિખવાડવા’
સગીરાએ તેની સાથે બે દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ વિશે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, ઘરેથી મને ભાભી દુકાને સુધી ચાલો તેમ કહીં લઈ ગઈ. જ્યાંથી બે જણા આવ્યા હતા અને બાઈક ઉપર બેસાડીને લઈ ગયા. બાદમાં કડુલી ચોકડી બાઈક ઉભી રાખી ત્યાંથી વિકેશે કોઈને ફોન કરી બોલાવ્યા અને અમે લોકો આંદડી ગામ ગયા, ત્યાંથી ત્રણ વ્યક્તિઓ આવ્યા બે બાઈક લઈને અને ત્યાંથી તણખલા બાજુ લઈ ગયા. જ્યાં બે ગાડી આવી જેથી બાઈક ત્યાંજ મુકીને બધા ઈકો ગાડીમાં બેસી ગયા અને કોઈ ગામમાં લઈ ગયા, ખબર નહીં મને ક્યા લઈ ગયા પણ કોઈ ઘરે લઈ ગયા હતા, ત્રણ ઘર હતા. 12 વાગ્યે અમે ત્યાં પહોંચ્યા અને જમીને સુઈ ગયા. બીજા દિવસે ત્યાં કોઈ મહારાજ આવ્યો હતો મને મંત્ર શિખવાડવા. મને મંત્ર શિખવાડી પોતે પછી પાઠપુજાનો કોઈ સામાન લેવા જતો રહ્યો અને સાંજે કોઈ બીજો મહારાજ આવ્યો ત્યારે 5 વાગ્યા હતા. મહારાજના આવ્યા પછી અમે લોકોએ જમ્યું ને પછી બીજા લોકો હતા તે બહાર જતાં રહ્યાં અને હું ને મહારાજ ઘરમાં એકલા હતા.

સગીરાએ પોતાની સાથે થયેલી બે દિવસની આપવીતી જણાવી

સગીરાએ પોતાની સાથે થયેલી બે દિવસની આપવીતી જણાવી

‘ગ્લાસમાં પાણી હતું તે પીવડાવ્યું હતું ને હું બેભાન થઈ ગઈ’
મહારાજે બધા બહાર ગયા પછી મારા કપડાં કઢાવ્યા, મારા બંને પગમાં નારિયેળ બાંધ્યા, વાળ છુટા કરાવ્યા, ગળામાં દોરો બાંધ્યો, તીલક પાડ્યો પછી મને શિખવાડેલો મંત્ર બોલવાનું કીધું. ‘પીરમ પીર દોસ્તી કી ગીર અગર મેરા કામ નહીં હુઆ તો ફુલસિંગ દાદા કો આના હૈ’. આખી રાત મને ત્યાં ઉભી રાખી અને સવારે પાંચ વાગ્યે મને મંત્ર બોલાવી ગ્લાસમાં પાણી હતું તે પીવડાવ્યું હતું ને હું બેભાન થઈ ગઈ હતી. ઉઠી ત્યારે કપડાં પહેર્યા અને ઘરમાંથી બહાર નીકળ્યા અને બસ સ્ટેશન સુધી બે બાઈકમાં 6થી 7 લોકો મને નામ નથી ખબર પણ એ લોકો મને મુકવા આવ્યા હતા. સંગાથે ગઈ તેના નામ સંગીતા ભાભી હતી, વિકેશ હતો, દિલીપ હતો અને બીજા ત્રણ વ્યક્તિ હતા તે મુકવા આવ્યા હતા. ત્યાંથી બસમાં બેસી ગયા ને ચાર બસ બદલીને તલખણા જ્યાં બાઈક મુકી હતી. ત્યાં સુધી પહોંચી ગયા અને વિકેશ ઘરે મુકવા આવ્યો હતો.

અન્ય આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

અન્ય આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

’30 કરોડ રૂપિયા મેળવવા માટે ત્યાં લઈ ગયા હતા’
એ લોકો બહાર વાત કરતાં ત્યાં મેં સાંભળ્યું હતું કે, એ લોકો મને 30 કરોડ રૂપિયા મેળવવા માટે ત્યાં લઈ ગયા હતા. આવી વિધિ કરીને તે લોકો રૂપિયા કમાવવા માંગતા હતા. ઘરે મોકલતી વખતે તે લોકોએ કહ્યું હતું કે, તારા મમ્મી-પપ્પા કઈ પુછે તો કઈ કહેવાનું નહીં, દવા પીને મરી જવાનું, નહીં તો ટીંગાઈને મરી જવાનું કીધું, પણ કોઈને કહેવાની ના પાડી હતી. હું જેવી ઘરે પહોંચી મેં મારા મમ્મી-પપ્પાને આ ઘટના વિશે જણાવી દીધુ હતું. એટલે તેઓએ કવાંટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

30 કરોડ કમાવવાની લાલચે સગીરાનું અપહરણ કરાયું હતું

30 કરોડ કમાવવાની લાલચે સગીરાનું અપહરણ કરાયું હતું

ગામની મહિલા અને તેના ભાઇએ ષડયંત્ર રચ્યું
આ મામલે તપાસ કરી રહેલા પોલીસ ઇન્સપેક્ટર વિનોદ ગાવિતે જણાવ્યું હતું કે, ક્વાંટ તાલુકાના એક ગામમાં સગીરા એકલી હતી અને તેના માતા-પિતા બહાર ગામ ગયા હતા. ત્યાર એ ગામમાં રહેતી સંગીતા ભીલ નામની મહિલા અને તેનો ભાઇ વિકેશ ભીલ સગીરાના ઘરે આવ્યા હતા. તેમજ સગીરાને દુકાને જઇને પરત આવીએ તેમ કહી સાથે લઇ ગયા હતા. ત્યાર બાદ વિકેશ અને સંગીતાએ સગીરાને બાઇક પર બેસાડી સરીયાપાણી ગામે લઇ ગયા હતા. જ્યાં બે બાઇક પર ત્રણ લોકો આવ્યા હતા અને આ તમામ લોકો તણખલા ગામ તરફ ગયા હતા. ત્યાર બાદ તણખલાથી આગળ ગરુડેશ્વરના તાલુકના ઉન્ડવા ગામે એક મંદિર પાસે ઉભા રહ્યા હતા. ત્યાં બે ઇકો કાર આવી હતી અને બંને કારમાં બે-બે એમ કુલ ચાલ લોકો આવ્યા હતા. જેથી બાઇક પર આવેલા લોકો પણ ઇકો કારમાં બેસી ગયા હતા અને ત્યાંથી ડેડિયાપાડાના ઘાંટોલી ગામે પહોંચ્યા હતા. ઘાંટોલીમાં નદી કિનારે એકાંતમાં એક ઘરમાં સગીરાને લઇ ગયા હતા અને ત્યાં બે દિવસ રાખી હતી. આ ઘરમાં તાંત્રિક આવ્યો હતો અને સગીરાને મંત્ર શીખવાડ્યો હતો.

સગીરાએ ઘરે આવી માતા-પિતાને જણાવતા ભાંડો ફૂટ્યો

સગીરાએ ઘરે આવી માતા-પિતાને જણાવતા ભાંડો ફૂટ્યો

જ્યાં સગીરા કહેશે ત્યાં ખોદશો તો કરોડો રુપિયા નિકળશે
વધુમાં પોલીસ ઇન્સપેક્ટર વિનોદ ગાવિતે જણાવ્યું કે, તાંત્રિક સગીરાને એક રુમમાં લઇ ગયો હતો અને સગીરાને નિર્વસ્ત્ર થઇ જવા કહ્યું હતું. જેથી સગીરા નિર્વસ્ત્ર થઇ ગઇ હતી. જ્યાર બાદ તાંત્રિકે સગીરાને તેના વાળ ખુલ્લા કરી નાખવા કહ્યું હતું. જેથી સગીરાએ તેના વાળ ખુલ્લા કરી નાખ્યા હતા. ત્યાર બાદ સગીરાને એક કુંડાળામાં ઉભી રાખી મંત્ર ઉચ્ચારવા કહ્યું હતું. પરંતુ સગીરા 15 મિનિટ બાદ મંત્ર ભૂલી જતાં તાંત્રિકે એક ગ્લાસમાં પ્રવાહી આપ્યું હતું. જે પ્રવાહી પીતા જ સગીરા બેભાન થઇ ગઇ હતી. ત્યાર બાદ સગીરા ભાનમાં આવતા તાંત્રિકે કહ્યું કે સગીરા મંત્રી ભૂલી ગઇ હતી તેથી તેના પરત ઘરે લઇ જાવ અને પંદર દિવસ પછી ફરી વિધિ કરવા માટે પરત લઇ આવજો. જેથી આરોપીઓ પરત તેના ગામ મુકી ગયા હતા. આ મામલે આરોપી વિકેશની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ જારી છે. આરોપીઓના કહેવા મુજબ આ તાંત્રિક વિધિ પૂર્ણ થયા બાદ સગીરા જ્યાં કહે ત્યાં ખોદવાથી દરકે વ્યક્તિને એક-એક કરોડ રુપિયા મળશે તેમ તાંત્રિકે જણાવ્યું હતું.

પોલીસે આરોપી વિકેશની ધરપકડ કરી

પોલીસે આરોપી વિકેશની ધરપકડ કરી

Previous Post Next Post