દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે પાણીમાં ડુબી જવાના બે બનાવ બન્યા છે.જેમાં 13 વર્ષીય કિશોર સહિત બેના અકાળે મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
કિશોર થાળા વગરના કુવામાં ખાબકતા મોત
દાહોદ જિલ્લામાં પાણીમાં ડુબી જવાના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ગરબાડા તાલુકાના પાટીયા ઝોલ ગામે બનવા પામ્યો હતો. જેમાં પાટીયાઝોલ ગામના ખેડા ફળિયામાં રહેતા કેળાબેન ખીમચંદભાઈ મેડા તેમની બે દીકરીઓ તથા તેમનો નાનો છોકરો ગોવાળાની વાડીમાં ગવારસીંગ તોડવા માટે ગયા હતા. તે દરમ્યાન કેળાબેનનો નાનો છોકરો 13 વર્ષીય સુનીલ કુવાની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન તેનો પગ લપસતા તે નજીકના થાળા વગરના કુવામાં પડી ગયો હતો. તે જાેઈ તેની માતા કેળાબેન મેડાએ બુમાબુમ કરી મૂકી હતી જે બુમાબુમ સાંભળી આસપાસમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને સુનીલને કુવાના ઉંડા પાણીમાંથી બહાર કાઢવાની કામગીરીમાં જોતરાયા હતા.સ્થાનિક લોકો દ્વારા પોલીસને તથા દાહોદ ફાયર સ્ટેશને જાણ કરતાં પોલીસે તેમજ દાહોદ ફાયરબ્રીગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણ કલાકની જહેમત બાદ સુનીલનો મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો. ગરબાડા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાસરીમા ન્હાવા આવેલો યુવક ડૂબ્યો
જ્યારે જિલ્લામાં અકસ્માત મોતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના રામપુરા ગામે બનવા પામ્યો હતો.જેમાં ઝાલોદ તાલુકાના ઘેસવા ગામના તળાવ ફળિયામાં રહેતા 27 વર્ષીય પ્રકાશભાઈ માનસીંગભાઈ કટારા રામપુરા ગામે પોતાની સાસરીમાં ગયો હતો. પ્રકાશ સાસરી નદીએ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ન્હાવા ગયો હતો અને નદીમાં ન્હાતા ન્હાતા ઉંડા ઉંડા પાણીમાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું.ચાકલીયા પોલીસે સંજયભાઈ માનસીંગભાઈ કટારાએ આપેલી જાહેરાતને આધારે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.