Wednesday, May 31, 2023

માંડવીના રમણીય દરિયાકિનારે ન્હાવાની મજા લઈ રહેલા ત્રણ લોકો ડૂબ્યા, એકનું મોત; બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા | Three people drowned, one dead, while enjoying bathing at Mandvi's picturesque beach; Two people were rescued by locals | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )7 કલાક પહેલા

  • કૉપી લિંક

માંડવીના રમણીય દરિયા કિનારે હાલ વેકેશનની મોજ માણવા સહેલાણીઓની વિશેષ ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક સાથે આંતર જિલ્લાથી લોકો દરિયાના પાણીમાં ન્હાવા માટે ઉમટી રહ્યા છે.દરમિયાન આજે બપોરે મુન્દ્રાથી બીચ ખાતે ફરવા આવેલા પરિવારના ત્રણ સભ્યો દરિયાંમાં નહાતી વખતે પાણીમાં તણાઈ જવા પામ્યા હતા જેમાં બે વ્યક્તિને સ્થાનિક બોટના ધંધાર્થીઓ દ્વારા બચાવી લેવાયા હતા. જ્યારે 18 વર્ષના યુવક ભરતીના પાણીમાં તણાઈ ગયા બાદ વધુ પડતું પાણી પી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કચ્છ અને ગુજરાતના લોકોમાં માનીતો માંડવીનો વિંડ ફાર્મ બીચ આજે પ્રવાસીઓ માટે ઘાતક સાબિત થયો છે. મુન્દ્રા ખાતેથી બહેન બનેવી સાથે માંડવી દરિયા કિનારે ફરવા આવેલો 18 વર્ષીય હિતેશ કારું બારોટ નામનો નવયુવાન દરિયામાં નહાતી વખતે દરિયાની મોટી લહેરમાં તણાઈ ગયો હતો. આ સાથે તેમના બહેન બનેવી પણ સમુદ્રી લહેરોમાં તણાઈ ગયા હતા. જેમને પ્રવાસીઓના આનંદ માટે બોટ ચલાવતા ધંધાર્થીઓએ બચાવી લીધા હતા જ્યારે ઊંડા પાણીમાં ગરક થઈ ગયેલા યુવકનું વધુ પડતું પાણી પી જવાથી મોત નિપજ્યું હતું. બનાવના પગલે બીચ ખાતે આનંદના સ્થાને ગમગીનીનો માહોલ છવાઇ ગયો હતો. માંડવી પોલીસે હાલ પ્રાથમિક નોંધ કરી અકસ્માતની રૂહે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.