સાબરકાંઠા (હિંમતનગર)3 કલાક પહેલા
- કૉપી લિંક
હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજદરે નાણા ધીરનારા ત્રણ વ્યાજખોરો સામે મનીલેન્ડર્સ એક્ટ મુજબ હિંમતનગર બી-ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુના નોધાયા હતા. ત્રણેય સામે પાસા હેઠળ જિલ્લા પોલીસ વડાએ દરખાસ્ત કરી જિલ્લા કલેક્ટરને મોકલી આપી હતી. જેને લઈને કલેક્ટરે પાસાની દરખાસ્ત મંજુર કરતા LCBએ ત્રણેય શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર શહેરમાં ગેરકાયદેસર ઊંચા વ્યાજે નાણા ધીરનાર મહેતાપુરાના ત્રણ શખ્સો સામે હિંમતનગર બી-ડિવિઝન અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મનીલેન્ડર્સ એક્ટ મુજબ ગુના નોંધાયા હતા. જેમાં હિંમતનગર બી-ડિવિઝનમાં હિરેન નથુભાઈ દેસાઈ અને સુરજસિંહ પરમાર સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે-બે ગુના નોંધાયા હતા. તો હર્ષ નથુભાઈ દેસાઈ હર્ષ વિરુદ્ધ ત્રણ ગુના નોધાયા હતા. જેમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 1 અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા.
જેને લઈને ત્રણેય શખ્સો સામે મનીલેન્ડર્સ એક્ટ ગુના નોંધાયા બાદ પાસા હેઠળ અટકાયતી પગલા લેવા માટેના આદેશ મુજબ LCBના PI એ.જી.રાઠોડએ ગેરકાયદેસર નાણા ધીરધારની અસામાજિક પ્રવૃતિઓ કરતા 1.હર્ષ ઉર્ફે અક્કુભાઈ નથુભાઈ દેસાઈ (રહે.બ્રહ્માણીનગર ,મહેતાપુરા,હિંમતનગર), 2.સુરજસિંહ ઉર્ફે સુરેશ દિલીપસિંહ પરમાર(રહે.ત્રિવેણી હાઈસ્કુલ પાછળ,મહેતાપુરા,હિંમતનગર) અને 3.હિરેનકુમાર દશુભાઈ નથુભાઈ રબારી (રહે.રાધે ગોવિંદ ફાર્મ પાસે, મહેતાપુરા,હિંમતનગર)ના વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત કરી પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલા મારફતે જિલ્લા કલેક્ટર નૈમેષ દવેને મોકલી આપી હતી. જેને લઈને જિલ્લા કલેક્ટરે ત્રણેય વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત કરવાનો હુકમ કરતા ત્રણેય શખ્સોને 26-05-23ની રાત્રિએ LCBએ પાસા હેઠળ અટકાયત કરી હુકમ મુજબ હર્ષ દેસાઈને અમરેલી મધ્યસ્થ જેલમાં, સુરજસિંહ પરમારને રાજકોટ મધ્યસ્થ જેલમાં અને હિરેન રબારીને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યા હતા.