વલસાડ9 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડના અબ્રામાં ST વર્કશોપ સામે આવેલા સરકારી આવસમાં એક બેરોજગાર યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કેબ્જો મેળવી PM કરાવવાની તજવીજ હાથ ધરી છે.
શહેરના ST વર્કશોપ સામે રહેતા 42 વર્ષીય મુકેશ નાથુભાઈ રાઠોડે બેરોજગારીથી કંટાળી પોતાના સરકારી આવાસમાં 21 મેના રોજ મોડી સાંજે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બાજુમાં રહેતા યુવકે તાત્કાલિક જોઈ લેતા મુકેશ રાઠોડના આપઘાતના પ્રયાસને નિષ્ફળ કર્યો હતો. 108 ની ટીમને બોલાવી ચેક કરાવતા મુકેશ રાઠોડને કોઈપણ ઇજાઓ કે અન્ય કોઈ તકલીફ ન હોવાથી તેને પ્રાથમિક સારવાર આપી જરૂરી સમજણ આપી આરામ કરવા જણાવ્યું હતું. જે બાદ આજરોજ બપોરે રસોડામાં હુક સાથે દુપટ્ટો બાંધી મુકેશ રાઠોડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીકરીના આણાની વિધિ માટે પિયર ગયેલી પત્નીને તેમજ પરિવારના સભ્યોને જાણ થતા, તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા. બનાવ અંગે વલસાડ સીટી પોલીસને અને સ્થાનિક અગ્રણીઓને જાણ થતા સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.