બનાસકાંઠા (પાલનપુર)11 મિનિટ પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ, અમીરગઢ, ધાનેરા, ડીસા સહિત વિસ્તારમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી ધરતીપુત્રોને તૈયાર પાકોને લઈ ચિંતાતુર બન્યા છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જિલ્લાના અનેક એવા વિસ્તારોમાં વીજળી ડુલ થતા અંધારપટ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક જગ્યાએ વૃક્ષો ધારાસાયી થયા હતા. ડીસા -પાલનપુર હાઇવે ઉપર અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહન ચાલકો અટવાયા હતા. જિલ્લાના અનેક વિસ્તારોમાં વૃક્ષો પડતાં રસ્તાઓ બ્લોક થયા હતા.
હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લામાં 28, 29 અને 30 મેના વરસાદની અગાહી કરવામાં આવી હતી. જેમાં આજે વહેલી સવારથી જ ભારે ઉકળાટ બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ધાનેરા, ઈકબાલગઢ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. કરા તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોને બાજરી, મગફળી જેવા પાકોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.