કચરાની ગાડીમાં પગ ફેંકીને લઈ જવાયો; પાલિકાનો ઉડીને આંખે વળગે તેવો અમાનવીય અભિગમ | Tossed his feet into a garbage cart and took him away; Blatantly inhumane approach of the municipality | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Tossed His Feet Into A Garbage Cart And Took Him Away; Blatantly Inhumane Approach Of The Municipality

42 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલી લાલ દોશીની પોળ પાસેથી શુક્રવારે વધુ એક પગ મળી આવ્યો હતો. 17અને 18 તારીખે સિદ્ધપુરના અલગ અલગ વિસ્તારમાંથી પીવાના પાણીની પાઈપલાઈનમાંથી મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે પાટણ પાલિકાએ ફોર્સથી કેમિકલ યુક્ત પાણી છોડતા વધુ એક પગ મળી આવ્યો હતો. જો કે, પગ મળી આવ્યા બાદ સિદ્ધપુર પાલિકા માનવતા ચૂકી હતી. સિદ્ધપુરમાં જાણે એમ્બ્યુલન્સ કે કોઈ અન્ય વાહન જ ન હોય તે રીતે પાલિકાએ પગને લઈ જવા માટે કચરાની ગાડીનો ઉપયોગ કર્યો હતો. સતત બે દિવસ સુધી મૃતદેહના અવશેષ મળ્યા બાદ મૃતદેહના વધુ અવશેષો છે કે નહીં તેની તપાસ માટે શુક્રવારે અમદાવાદ મનપાની એક ટીમને આધુનિક કેમેરા સાથે સિદ્ધપુર બોલાવવામાં આવી હતી. પરંતુ, પાઈપલાઈન નાની હોવાના કારણે કેમેરા અંદર પ્રવેશી શક્યા નહોતા. જેથી પાલિકાએ કેમિકલ મિક્સ કરી પાંચ લાખ લીટર પાણી પાઈપલાઈનમાં છોડ્યું હતું. ત્યારે પાલિકાનો આ પ્રયોગ સફળ રહેતા લાલ દોશીની પોળ પાસે વધુ એક પગ બહાર આવ્યો હતો. જો કે પગને સફળ રીતે બહાર લાવનારી પાલિકા તેને યોગ્ય રીતે લઈને જવામાં નિષ્ફળ નિવડી હતી. પાલિકા પાસે અન્ય કોઈ વાહન જ ન હોય તેમ અવશેષને લઈ જવા કચરાની ગાડીનો ઉપયોગ કરાયો હતો. જેને જોઈને પાલિકાનો અમાનવીય અભિગમ ઉડીને આંખે વળગ્યો હતો.

મૃતદેહના અવશેષો મળવાનો સિલસિલો યથાવત
પાટણના સિદ્ધપુરમાં પાલિકાની પીવાના પાણીની લાઈનમાંથી મૃતદેહના અવશેષો મળવાનો સિલસિલો યથાવત છે. 17 અને 18 તારીખે બે અલગ અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળ્યા બાદ આજે પણ એક પગ મળી આવ્યો હતો. પીવાના પાણીની પાઈપલાઈનમાં મૃતદેહના વધુ અવશેષો છે કે નહીં તેની તપાસ માટે આજે અમદાવાદ મનપાની એક ટીમને આધુનિક કેમેરા સાથે સિદ્ધપુર બોલાવવામાં આવી હતી. પરંતુ, પાઈપલાઈન નાની હોવાના કારણે કેમેરા અંદર પ્રવેશી શક્યા ન હતા. જેથી પાલિકાએ કેમિકલ મિક્સ કરી પાંચ લાખ લીટર પાણી પાઈપલાઈનમાં છોડ્યું હતું. જેથી પાઈપલાઈનમાં કોઈ અવશેષ હોય તો બહાર આવી જાય. પાલિકાનો આ પ્રયોગ સફળ રહેતા લાલ દોશીની પોળ પાસે વધુ એક પગ બહાર આવ્યો હતો.

કેમેરા ન ચાલતા પાણી છોડવામાં આવ્યું’ને પગ મળ્યો
સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં 17 અને 18 તારીખે બે અલગ અલગ વિસ્તારમાંથી મૃતદેહના અવશેષો મળી આવતા ચકચાર મચી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા તુરંત જ પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ, પાઈપલાઈનમાંથી મૃતદેહના વધુ અવશેષ મળવાની આશંકાના પગલે આજે અમદાવાદ મહાનગરપાલિકાની એક ટીમ રિમોટ ઓપરેટેડ કેમેરા લઈને સિદ્ધપુર પહોંચી હતી. પરંતુ, કેમેરા કરતા પાઈપલાઈન નાની હોવાના કારણે કેમેરો અંદર પ્રવેશી શક્યો ન હતો. જેથી કેમેરાથી તપાસ થઈ શકી ન હતી. ત્યારબાદ પાલિકા દ્વારા ટાંકામાં પાંચ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. જેમાં 100 કિલો ક્લોરીન પોટેશિયમ પરમેગેનેટ, હાઇપો ક્લોરાઈટ નાખવામાં આવ્યું હતું. તમામ વાલ્વ બંધ કરી જે જગ્યાએ અવશેષો મળ્યા હતા તે બે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. ફૂલ ફોર્સથી પાણી છોડાતા લાલ દોશીની પોળ પાસેથી એક પગ મળી આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
સિદ્ધપુર શહેરના ઉપલી શેરી વિસ્તારમાં નગરપાલિકાની પીવાના પાણીની લાઈનમાં પાણી આવવાનું બંધ થઈ જતા સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવતા ઉપલી શેરી વિસ્તારમાંથી શંકાસ્પદ મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જે અવશેષોને સિદ્ધપુર સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મંગળવારની આ ઘટના બાદ બુધવારે સિદ્ધપુરની લાલ ડોશીની શેરીમાં આવેલી પાઈપલાઈનમાંથી મૃતદેહના વધુ અવશેષો મળી આવ્યા હતા.

સિદ્ધપુરમાંથી ગુમ થયેલી યુવતીને લઈ તપાસ હાથ ધરાઈ
સિદ્ધપુરમાં રહેતી લવિના નામની એક યુવતી 7 મેંના રોજ ગુમ થઈ હતી. તેનો આજદિન સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પાણીની ટાંકી તરફ જતા રસ્તા પરના એક સીસીટીવી પોલીસને મળી આવ્યા છે જેમાં ગુમ થયેલી યુવતી નજરે પડે છે. પાણીની ટાંકીની તપાસ કરતા પોલીસને એક દુપટ્ટો પણ મળી આવ્યો હતો. જે ગુમ થયેલી યુવતીનો હોવાનું માનવામાં આવે છે.

આજે સાંજ સુધીમાં DNA રિપોર્ટ આવવાની શક્યતા
પીવાના પાણીની લાઈનમાંથી જે અવશેષો મળી આવ્યા છે તે ગુમ થયેલી યુવતીના જ છે કે નહીં તેના માટે DNA રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. ગુમ થયેલી યુવતીના માતા-પિતાના લોહીના સેમ્પલ લઈ અમદાવાદની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યાંથી આજે સાંજે રિપોર્ટ આવવાની શક્યતા છે.

મૃતદેહના અવશેષો પાણીની ટાંકીમાંથી પાઈપલાઈનમાં આવ્યા હોવાની શક્યતા
સિદ્ધપુરમાં પીવાના પાણીની લાઈનમાં જે શંકાસ્પદ મૃતદેહના અવશેષો મળી આવ્યા છે તે પાણીની ટાંકીમાંથી આવ્યા હોવાની આશંકા છે. વિશાળ પાણીની ટાંકીમાંથી વિશાળ પાઈપલાઈન મારફત ફોર્સથી પાણી નીચે આવતું હોય છે જેથી ટાંકીમાંથી જ આ અવશેષો પાણી સાથે નીચે આવ્યા હોય શકે. ટાંકીમાંથી એક દુપટ્ટો પણ મળી આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી કડીઓ મેળવવામાં આવી રહી છે.