વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
કચરાના ઢગલામાંથી કેરીઓ ભેગી કરતી મહિલા
વડોદરા મહાનગર સેવા સદનની મુખ્ય કચેરીની પાછળ ખંડેરાવ માર્કેટમાં આવેલા બજારના વેપારીઓ દ્વારા ફેંકી દેવામાં સળેલી-ખરાબ કેરીઓ પથારાવાળા તેમાંથી ભેગી કરીને વેપાર કરી રહ્યા છે. કચરાના ઢગલામાંથી કેરીઓના ટોપલા ભરી રહેલી કટેલીક મહિલાઓનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
કચરાની કેરીઓ સસ્તામાં
વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી પાછળ સૌથી મોટા શાકભાજી અને ફળોનું માર્કેટ આવેલું છે. આ માર્કેટના મોટા કેરીના વેપારીઓ દ્વારા સારી કેરીઓ તારવીને અલગ મૂકે છે. અને ખરાબ સળેલી કેરીઓ કચરામાં ફેંકી દેતા હોય છે. આ ફેંકી દેવાયેલી કેરીઓમાંથી માર્કેટ બહાર રોડ ઉપર પથારા નાંખીને બેસતા વેપારીઓ કેરીઓ લાવી વેચાણ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
પશુ પણ ન ખાય તેવા કચરાના ઢગલાની કેરીઓનો વેપાર
કોર્પોરેશનની પાછળ ગોલમાલ
ખ઼ંડેરાવ માર્કેટમાં પથારાવાળાઓ દ્વારા કરવામાં આવતી ગોલમાલનો વિડીયો સામે આવતા વેપારી આલમ સહિત કોર્પોરેશનમાં ચકચાર મચી ગઇ છે. વાઇરલ વિડીયો માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કચરાપેટીમાં નાખી દેવામાં આવેલી કેરીઓ વીણીને તેને વેચવામાં આવી રહી છે. આ કેરીઓ પથારાવાળા વીણી ટોપલા ભરીને એકત્ર કરી રહ્યા છે. અને થોડાક સમય બાદ આ જ કેરીઓને પથારાવાળા ઓ સસ્તામાં વેચતા જોવા મળી રહ્યા છે. અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. ત્યારે પાલિકાની આરોગ્ય શાખાની નાક નીચે જ લોકોના સવાસ્થ્ય સાથે ચેડાં કરનાર પથારાવાળાઓ સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? તે સવાલે ભારે જોર પકડ્યું છે.
કેરીઓ ભરીને જતી મહિલા
તંત્ર ચોંકી ઉઠ્યું
ફળોના રાજા કેરી ગરીબથી લઇને તમામ વર્ગના લોકો ખાતા હોય છે. મધ્યમવર્ગ અને ગરીબ સસ્તામાં જ ફળોના રાજા કેરીનો સ્વાદ મળે તેવા પ્રયાસો કરતા હોય છે. પરંતુ પથારાવાળાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને કચરામાં ફેંકી દેવાયેલી કેરીઓ વેચી રહ્યા હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં પાલિકાનું આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે.
શહેરમાં ચકચાર
મળેલી માહિતી પ્રમાણે આજે કચરાના ઢગલામાંથી ભેગી કરેલી કેરીઓ પથારાવાળા વેચી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ પાલિકાનું આરોગ્ય વિભાગ પથારાવાળાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી શક્યતાઓ છે. સોશ્યલ મિડીયામાં કચરાના ઢગલામાંથી ભેગી કરેલી કેરીઓના થતાં વેચાણનો વિડીયો વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઇ છે.