તલાટીની પરીક્ષાના ઉમેદવારો પાસેથી નિયત ભાડું વસૂલવા ટ્રાફિક પોલીસની સૂચના, સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા જણાવ્યું | Traffic police notice to collect fixed fare from Talati exam candidates, asked to reach exam center on time | Times Of Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવારે સમગ્ર રાજ્યમાં તલાટીની પરીક્ષા લેવામાં આવનાર છે. ઉમેદવારોને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકાય તેના માટેની યોગ્ય વ્યવસ્થા પંચાયત સેવા પસંદગી બોર્ડ સહિત પોલીસ વિભાગ પણ કરી રહી છે. ત્યારે ઉમેદવારો જે તે પરીક્ષા સ્થળે પહોંચવા માટે રીક્ષા ચાલકો દ્વારા વધુ ભાડું ન લેવામાં આવે તેને લઈ આજે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા નિયત કરેલા મીટર ભાડા મુજબ જ ભાડા લેવા માટે થઈ અને પોલીસ દ્વારા રિક્ષાચાલકોને સૂચના આપવામાં આવી હતી.

નિયત કરેલું મીટર ભાડું જ લેવામાં આવે
આજે બપોરે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને રિક્ષા એસોસિએશન વચ્ચે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રીક્ષા ચાલકોને સુચના આપવામાં આવી હતી કે તલાટી અને NEETની પરીક્ષાના ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવા શકે તેના માટે રિક્ષામાં મુસાફરી કરે ત્યારે તેમની પાસેથી સરકાર દ્વારા નિયત કરવામાં આવેલું મીટર ભાડું જ લેવામાં આવે મીટર ભાડા કરતા વધારે ભાડું લેવામાં ન આવે ઉપરાંત દરેક ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટેની મદદ કરવામાં આવે તેમ સમજાવવામાં આવ્યું હતું.

ઉમેદવારો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવ્યાની ફરિયાદો
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે કેટલાક રીક્ષા ચાલકો દ્વારા ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે બહારગામથી ઉમેદવારો આવતા હોવાથી તેમની પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી આ વખતે ઉમેદવારો પાસેથી કોઈ રીક્ષા ચાલક દ્વારા વધુ ભાડું વસૂલ કરવા ન આવે તેને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ દ્વારા તમામ રીક્ષા ચાલક એસોસિએશન સાથે મીટિંગ કરવામાં આવી હતી.

Previous Post Next Post