બેટ દ્વારકા ફેરીબોટમાં જીવના જોખમે યાત્રા કરતા યાત્રિકો, દર વર્ષે વેકેશનમાં આવી જ પરિસ્થિતિ છતાં તંત્ર મૌન | Travelers risking their lives in Bet Dwarka ferry boat, despite similar situation every year on vacation, the system remains silent | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Travelers Risking Their Lives In Bet Dwarka Ferry Boat, Despite Similar Situation Every Year On Vacation, The System Remains Silent

દ્વારકા ખંભાળિયા44 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસએ બેટ દ્વારકાધીશ દર્શને જતાં -હજારો યાત્રિકો માટે એકમાત્ર વાહનવ્યવ્હારનું ઉપલબ્ધ સાધન છે. જેથી દરરોજ હજારો યાત્રિકોને લઈ જતી ફેરીબોટમાં યાત્રિકોને નિયમોનો સરેઆમ ભંગ કરી જાણે ઘેટા-બકરાં લઈ જવાતા હોય તેમ હકડેઠઠ બોટમાં ઠસોઠસ ભરવામાં આવે છે. આ યાત્રાળુઓને કોઈપણ પ્રકારના લાઈફ જેકેટ પણ આપવામાં આવતાં નથી. હાલના ઉનાળું વેકેશનના અંતિમ દિવસોમાં યાત્રિકોની ચિક્કાર ગીર્દી છે ત્યારે તંત્રની નાક નીચે નિયમોના ઉલાળિયા લાંબા સમયથી જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે.

રેશનકાર્ડધારકો ઓનલાઇન એપ્લિકેશન પરથી અનાજ અંગે માહીતી મેળવી શકશે
એન.એફ.એસ.એ. – 13 હેઠળ આવતા અગ્રતા ધરાવતા કુટુંબો (એ.પી.એલ-1 અને 2 તથા બી.પી.એલ.) ને તેમજ એ.એ.વાય. રેશનકાર્ડધારકોને દર મહિને સરકાર દ્વારા ઓનલાઇન ફાળવણી કરી, જિલ્લા-તાલુકાના નાગરીક પુરવઠા ગોડાઉન મારફતે વાજબી ભાવની દુકાનો ખાતે અનાજ પહોંચાડી, જાહેર વિતરણ વ્યવસ્થાનાં ભાગ રૂપે, રાહત દરે, સરકારના નિયત ધારા-ધોરણ અનુસાર અનાજ પુરૂ પાડવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાં (PMGKAY) અંતર્ગત અપાતી સહાય અન્વયે એન.એફ.એસ.એ.-13 હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ઘંઉ તથા ચોખા વિનામૂલ્યે આપવાની જાહેરાતનાં પગલે તમામ લાભાર્થીઓને તા. 1 જાન્યુઆરીથી તા. 31 ડિસેમ્બર સુધી ઘંઉં તથા ચોખા વિનામૂલ્યે મળશે.

ગરીબી રેખાથી નીચે રહેતા લોકો તથા વંચિતો માટે અપાતી આ સૌથી મોટી સહાય છે. ભાણવડ તાલુકામાં એન.એફ.એસ.એ. – 13 ના કાયદા હેઠળ આશરે 21,804 અગ્રતા ધરાવતા કુટુંબો છે તથા 1336 જેટલા એ.એ.વાય. રેશનકાર્ડધારકોનાં કુટુંબો છે. જેઓ દર મહિને તેઓનાં ગામની સંલગ્ન વાજબી ભાવની દુકાનો ખાતેથી સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રાહત દરે અનાજ મેળવે છે.

ભાણવડ તાલુકાની પર્વતિય પ્રાકૃતિક ભૌગોલિક પરિસ્થિતી, વિજળીનાં વારંવાર આવન-જાવનનાં કારણે તથા અન્ય ટેકનીકલ ક્ષતિનાં સમયે વાજબી ભાવના દુકાનદાર દ્વારા લાભાર્થીઓને આપવાપાત્ર પહોંચ સમયસર આપી શકાતી નથી. જેથી વાજબી ભાવનાં દુકાનદાર તથા લાભાર્થીઓ વચ્ચે અવિશ્વાસ ઉત્પન્ન ના થાય તે બાબતનાં નિવારણ માટે સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ એન્ડ્રોઇડ એપ્લીકેશન My Ration App હાથવગુ માધ્યમ છે. આ એપ ફોનમાં ડાઉનલોડ કરી, જરૂરી વિગતો ભરી, મળવાપાત્ર અનાજનો જથ્થો તથા જે અનાજ લીધુ હોય તેની પહોંચ ગમે તે સમયે જોઇ શકાય છે.

ભાળિયાના ટાઉનહોલ ખાતે રક્તદાન કેમ્પ તથા સન્માન સમારોહ યોજાયો
ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ ખાતે શ્રી સમસ્ત ચારણ ગઢવી સમાજ દ્વારા ગઈકાલે રવિવારે સાંજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સ્થળે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે વરાયેલા યુવા કાર્યકર મયુરભાઈ ગઢવીને સન્માનિત પણ કરાયા હતા. જેમાં વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજ દ્વારા મયુરભાઈ ગઢવીને પરંપરાગત પાઘડી પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરવાડ સમાજ ઉપરાંત અન્ય સમાજના વડીલો, આગેવાનો, કાર્યકરો, વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

أحدث أقدم