મહેસાણાના રાધનપુર ચોકડી પર ગાડી સાઈડમાં કરવાનું કહેતા TRB જવાનના પગ પર ગાડી ચાલકે ટાયર ચડાવ્યું, બાદમાં માથાકૂટ કરી | At Radhanpur Chowk in Mehsana, a driver ran a tire on the feet of a TRB jawan while asking him to pull over, then hit him head-on. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • At Radhanpur Chowk In Mehsana, A Driver Ran A Tire On The Feet Of A TRB Jawan While Asking Him To Pull Over, Then Hit Him Head on.

મહેસાણા9 કલાક પહેલા

  • કૉપી લિંક

મહેસાણા શહેરમા રાધનપુર ચોકડી પર TRB જવાન પોતાની ફરજ પર હતો, એ દરમિયાન ઊંઝા બાજુથી આવતી ગાડીને રોકવા પ્રયાસ કરતા ગાડી ચાલકે ટી.આર.બી જવાનના પગ પર ગાડીનું ટાયર ચડાવ્યાં બાદ ઝપાઝપી કરી માર મારતા જવાનને ઇજાઓ થઈ હતી. ઘટનાના પગલે જવાને ગાડી ચાલક સામે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં ટી.આર.બી જવાન તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર સિંહ રાઠોડ રાધનપુર ચોકડી પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા. એ દરમિયાન ઊંઝા બાજુથી બેફામ દોડી આવતી MH14BK4248 ઇનોવાના ચાલકને ગાડી સાઈડમાં કરવા ટી.આર.બી જવાને હાથ લાંબો કરતા ગાડી ચાલકે પોતાની ગાડી જવાનના પગ પર ચડાવી દીધી હતી

ઘટના પગલે ગાડી ચાલક ગાડીમાંથી ઉતરી જવાન સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેમાં જવાન નીચે પડી જતા ચાલકે જવાન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન પો.કો રાજેન્દ્ર કુમાર અને અન્ય ટી. આર.બી જવાન આવી જતા જવાનને છોડાવ્યો હતો અને ઇજા પામેલા જવાનને ખાનગી વાહન મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર કેસમાં હુમલો કરનાર ઇનોવા ગાડીના ચાલક સામે ટી.આર.બી જવાન મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.