મુંબઈ4 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મુંબઈ પોલીસે 24 કલાકમાં આરોપીની તપાસ કરીને દાખલો બેસાડ્યો
પેરૂની વતી 38 વર્ષીય મહિલાનો વિનયભંગ કરનારા હોટેલના મેનેજર વિરુદ્ધ 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરીને અને બે મહિનામાં સજા અપાવીને મુંબઈ પોલીસે દાખલો બેસાડ્યો છે. મઝગાવ મેટ્રોપોલિયન મેજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે રિયાઝ અહમદ રાજુ અહમદ (19)ને બે વર્ષની કેદ અને રૂ. 5000નો દંડ અથવા દંડ નહીં ભરે તો વધુ 3 મહિનાની કેદ સંભળાવી હતી. પેરૂ દેશની 38 વર્ષીય મુંબઈમાં સહેલગાહ માટે આવી હતી. 27 માર્ચે તે વેલ્કમ ગેસ્ટ હાઉસ, ભાયખલા પૂર્વ ખાતે રોકાઈ હતી. આરોપી તે હોટેલમાં મેનેજર હતો. મહિલા એકલી હોવાથી આરોપી મદદ કરવાને બહાને વારંવાર રૂમમાં જતો, સેલ્ફી લેતો, શરીરને સ્પર્શ કરતો હતો.
મહિલાને ઉદ્દેશ સમજાતાં પોલીસમાં ફરિયાદ કરી હતી. મહિલાને સ્પેનિશ સિવાય કોઈ ભાષા આવડતી નહીં હોવાથી પોલીસે હોટેલમાં સ્પેનિશ ભાષા જાણતા સેબેસ્ટિયનની મદદ લીધી હતી, જેને આધારે ભાયખલામાં આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ પછી આરોપી વજીરગંજ, ઉત્તર પ્રદેશમાં પોતાના વતનમાં ભાગી જવાની તૈયારી કરતો હતો તે પૂર્વે જ તેની ધરપકડ કરાઈ હતી. મહિલા અન્ય ઠેકાણે પણ સહેલગાહ માટે જવાની હોવાથી મજબૂત પુરાવા ભેગા કરીને પોલીસે 24 કલાકમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
કોર્ટે વિનંતી કરીને મહિલા અને વિદેશી સાક્ષીદાર સેબાસ્ટિયનની તે જ દિવસે સાક્ષી લેવામાં આવી. 24 કલાકના ચાર્જશીટ દાખલ કરી બે મહિનામા સાક્ષી પુરાવા અને ન્યાયાલયીન પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોર્ટે આરોપીને સજા સંભળાવી હતી.સિનિયર પીઆઈ અશોક ખોત, પીઆઈ ચિમાજી આઢાવ, પીએસઆઈ આસીફ પઠાણે ડીસીપી અનિલ પારસ્કર, એસીપી અકબર પઠાણની આગેવાનીમાં તપાસ કરી.