- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- A Trial Was Conducted Today Due To The Difficulty In Leaving The Chariot From The Manekchowk Area, Leaders Including Harsh Sanghvi Will Be Present In The Jalyatra.
અમદાવાદ19 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા આગામી 20 જૂનના રોજ યોજાવવાની છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસી અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે આજે ભગવાનની જગન્નાથના નંદીધોષ રથનું ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ખાસ કરીને રથયાત્રા જ્યારે માણેકચોકમાં ચાંલ્લાની ઓળ ખાતે સાંકડી ગલીઓમાંથી પસાર થાય છે ત્યારે તકલીફ પડે છે. નવા રથમાં પણ માણેકચોકમાં આવી કોઈ તકલીફ ન પડે તેના માટે થઈ અને આજે રથ જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં જ એવી રીતે સાંકડી જગ્યા છે જેથી ત્યાંથી પસાર થઈ શકે કે કેમ તેનું આજે ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આજે ટ્રાય દરમિયાન રથને જ્યારે કુલ ટર્ન મારવાનો હોય ત્યારે હજી તેમાં થોડી તકલીફ જેવું બની શકે છે જેથી તેમાં સુધારા કરવામાં આવી શકે છે.
મહેન્દ્રભાઈ ખલાસે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથના 72 વર્ષ બાદ નવા રથ બનાવવામાં આવ્યા છે. રથમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ભગવાન જગન્નાથના રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. રથને આગળ પાછળ અને સાઈડમાં થી વાળી અને રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. હાલમાં રથમા ટ્રાયલ દરમિયાન કોઈ તકલીફ જણાઈ નથી પરંતુ હજી પણ આમાં ચેક કરવામાં આવશે અને જો કોઈ પણ સુધારા વધારા કરવાની જરૂરિયાત રહેશે તો કરવામાં આવશે આગામી દિવસોમાં સુભદ્રાજી અને બલભદ્રજીના રથનું પણ ટ્રાયલ કરવામાં આવશે.
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથ બનાવવામાં આવ્યા છે આજે ભગવાન જગન્નાથનું ખલાસીઓએ ટ્રાયલ કર્યું હતું. રથ જ્યારે માણેકચોકના ચાંદલાની ઓળમાંથી નીકળે છે ત્યારે સાંકળી જગ્યા હોય છે. ત્યારે તકલીફ પડતી હોય છે. રથ વાળવામાં તે જે તકલીફ પડે છે તે આ નવા રથમાં તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વખતે નવા રથ જગન્નાથપુરીના રથ જેવા જ લાગે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે રથના કલરની ખાસ વિશેષતા છે કારણ કે જગન્નાથપુરીમાં જે રથના કલરો છે. તેવા જ કલરોના રથ આ વખતે કરવામાં આવ્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બનાવવામાં આવ્યા છે એટલે કે આગળનો ભાગ છે થોડો મોટો કરવામાં આવે છે કારણ કે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કરવામાં છે ત્યારે થોડા નીચે નમવું પડતું હોય છે. હવે ભવિષ્યમાં આવી તકલીફ ન પડે અને લોકો દૂરથી ભગવાનના સ્પષ્ટ દર્શન કરી શકે તેના માટે ફ્રન્ટ ભાગને થોડો વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. રથમાં જે કાર્ડની જગ્યા છે તે પણ યોગ્ય રીતે કરવામાં આવી છે જેનાથી રથ પર બેસતા લોકોને કોઈ તકલીફ ન પડે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આગામી 4 જૂના રોજ જળયાત્રા યોજવાની છે જે જળયાત્રા જગન્નાથ મંદિરથી શોભાયાત્રા રૂપે સાબરમતીના સોમનાથના ભુદરના આરે ગંગા પૂજન માટે જશે. 108 કળશમાં જળ ભરી અને લાવવામાં આવશે અને ભગવાનનો જલાસબ કરવામાં આવશે. જળયાત્રાના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ રહેશે. જળયાત્રાના મુખ્ય યજમાન તરીકે કનીજ ગામના ગાલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સન્ની પ્રોડક્શનના સન્ની અશ્વિનભાઈ દેસાઈ અને સધી માતા પરિવાર છે. જળયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ સહિત શહેરના તમામ ધારાસભ્યો અને ભાજપના શેર સંગઠનના નેતાઓ હાજર રહેશે. તમામ ને જળયાત્રામાં હાજર રહેવા માટે થઈ અને આમંત્રણ આજથી આપી દેવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 22 જૂનના રોજ ઉજવવાની છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓ અખાત્રીજથી શરૂ કરવામાં આવી છે. હવે રથના કલરની કામગીરી શરૂ થઈ છે. હજી રથની નાની મોટી કામગીરી કરવામાં આવી રહી છે રથને પૈડા લગાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. 4 જુનના રોજ ભગવાન જગન્નાથની જળયાત્રાની પહેલા આ રથની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. નવા રથ હોવાના કારણે રથનું ટ્રાયલ પણ આ વર્ષે લેવામાં આવશે જેના કારણે રથયાત્રાના દિવસે કોઇપણ પ્રકારની તકલીફ ઊભી થાય નહિ.
વર્ષોથી ભગવાન જગન્નાથના રથનું સમારકામ કરનાર અને રથ ખેંચનાર મહેન્દ્રભાઈ ખલાસે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 1950માં નવા રથ બનાવવામાં આવ્યા હતા. 72 વર્ષ બાદ આ વર્ષે 73માં વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નવા રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળવાના છે આ વર્ષે નવા રથ બનાવવાના હોવાથી દિવાળી બાદ લાકડા આવવાનું અને નાનું મોટું કામ શરૂ થઈ ગયું હતું. આ રથ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.
ચાલુ વર્ષે નવા રથમાં ભગવાન બિરાજમાન થઈ નીકળશે. ગયા વર્ષે નવા રથ બનાવવાની વાત થઈ હતી અને આ રથનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથ બનીને તૈયાર થઈ ગયા છે. નવા રથની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જુના રથ પ્રમાણે નવા રથ બનાવવામાં આવ્યા છે. જો રથની વિશેષતાની વાત કરવામાં આવે તો આ રથ જે જુના રથ બનાવવામાં આવેલા છે તે જ ડિઝાઇન તે જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ મુજબ જ બનાવવામાં આવ્યા છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી એક મહિનામાં આ રથના પૈડા લાગી અને સંપૂર્ણપણે રથ બનીને તૈયાર થઈ જશે. રથ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ એક વખત રથ નવા હોવાથી તેનું ટ્રાયલ કરવામાં આવશે મંદિર પરિસરમાં અથવા તો જ્યાં રથ મૂકવામાં આવ્યા છે. ત્યાં રથનું ટ્રાયલ કરવામાં આવશે.
ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું જ્યારે 150 ઘનફૂટ સિસમનું લાકડું રથ બનાવવા માટે ઉપયોગમાં લેવાયુ છે. જેમાં 400 ઘનફૂટ લાકડાનો ઉપયોગ રથ બનાવવા જ્યારે 150 ઘનફૂટ સિસમના લાકડાનો ઉપયોગ રથના પૈડા બનાવવા માટે થાય છે. સીસમનું લાકડું સખત, ટકાઉ હોય છે. તે સડા અને કીટાણુ રોધી અને ઘણું વધુ ટકાઉ બને છે.માટે તેનો ઉપયોગ પૈડા બનાવવા માટે કરવામાં આવ્યો છે. અમદાવાદના સુથાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. દરરરોજ 10 કલાક કારીગરો કામ કરતાં હતા. પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બન્યા છે. બીજા રથ શુભદ્રાજીના લાલ,અને પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાશે ત્રીજા બલભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવશે.
2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.અને છેલ્લા 145 વર્ષથી વર્તમાન સમયમાં રથ છે તેના દ્વારા જ રથ યાત્રા નીકળતી હતી.પણ હવે નવા રથમાં નગરચર્યાએ નીકળશે.