જામનગર2 કલાક પહેલા
- કૉપી લિંક
રાષ્ટ્રવીર, હિન્દવા સૂરજ- હિન્દુ ધર્મરક્ષક-ક્ષત્રિયકુળ શિરોમણી અણનમ વીરયોધ્ધા મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિએ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા આજે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા છે.જેમાં ગાંધીનગર વિશ્વકર્મા બાગ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયો .
મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં પૂર્વ મંત્રી હકુભા જાડેજા બ્લડ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી સાથે સાથે આ બ્લડ કેમ્પમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ અધ્યક્ષ પ્રદેશ ભાજપ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના આગેવાનો બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા.
જ્યારે મહારાણા પ્રતાપ ની ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો અલગ અલગ જીપમાં મુખ્ય માર્ગ પર નીકળ્યા હતા અને અલગ અલગ જગ્યાએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર અને આતશબાજી કરવામાં આવી હતી.
રાત્રે પદમ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્રના રાજપૂત સમાજની તન-મન-ધનથી સેવા કરનાર પૂર્વમંત્રી હકુભા જાડેજા અને હાલારના પ્રથમ મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાની રકતતુલા તેમજ રાજપૂત સમાજના બંન્ને જિલ્લાના પરિવારોનું સમૂહ જમણવાર અને ત્યારબાદ રાત્રે કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર અને કિંજલબેન દવેનો ભવ્ય લોકડાયરો યોજાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.