ડાંગ (આહવા)7 કલાક પહેલા
- કૉપી લિંક

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુર્ણા ગામ નજીક આવેલી ખાપરી નદી પરના ભુસદા ડેમમાં આહવાની બે કિશોરીઓના ડુબી જવાથી મોત નિપજ્યા છે.
ડાંગ જિલ્લાના ડીઝાસ્ટર તંત્ર તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, આહવા ગામના પટેલપાડામા રહેતી 1. સપનાબેન રણજીતભાઇ ચૌધરી, 2. સુહાનીબેન અરવિંદભાઇ ચૌધરી જે બન્ને કિશોરીઓ આ સ્થળે કપડાં ધોઇ નાહવા જતા પાણીમા ડુબી જવા પામી છે. ડીઝાસ્ટર તંત્રને આ ધટના અંગેની જાણ થતા દુર્ધટનાનો ભોગ બનનાર કિશોરીઓના મૃતદેહને આહવા પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા.