દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ એલસીબી પોલીસે સિંગવડ તાલુકા વિસ્તારમાં એક કોલ્ડ્રીંક્સની દુકાનની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી પાડયા હતા. રૂપિયા 1,14,755 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ કામગીરી ચાલે છે
દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના ગુનાઓ ને અટકાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિ પર લગામ કસવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામા આવી છે.ત્યારે દાહોદ જિલ્લાની પોલીસ આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ વિભાગો કામગીરી કરી રહ્યા છે.
દુકાનમાંથી દારુની 903 બોટલ ઝડપાઈ
દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ગતરોજ સિંગવડ નગરમાં રહેતા જયદીપ કુમાર ઉર્ફે ફૂલો બાબુભાઈ રાવત અને ગિરવતસિંહ ઉર્ફે ગીરીયો રણજીતસિંહ બારીયાના હસ્તકની નવરંગ કોલ્ડ્રીંક્સ ની દુકાનમાં ઓચિંતી રેડ પાડી હતી. કોલ્ડ્રીંક્સ ની દુકાન ની આડમાં બંને ઈસમો વિદેશી દારૂનો ધંધો કરતા હોવાનું પોલીસ સમક્ષ નજરે પડ્યું હતું પોલીસે ઉપરોક્ત બંને ઈસમોને ઝડપી પાડી દુકાનની તલાસી લેતા દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 903 જેની કુલ કિંમત રૂપિયા 1,14,755 નો મુદ્દા માલ કબજે કરી પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.