- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Two day Remand Of The Primary Education Officer Of Dahod District Is Approved, All Eyes Are On The Opening Of More Differences
દાહોદ18 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. 1 લાખની લાંચ લેતાં ગોધરા એ.સી.બી. પોલીસના હાથે ર ઝડપાઈ ગયાં હતા. આજરોજ તેઓને દાહોદની કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા તેઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાનું જાણવા મળે છે.
હવે આગળની પૂછપરછ હાથ ધરવામા આવશે
દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા એક શિક્ષકના બદલીના કાગળો કરી આપવા માટે શિક્ષક પાસેથી રૂા. 1 લાખની લાંચ લેતાં ગોધરા એ.સી.બી. પોલીસના હાથે ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે એ.સી.બી. પોલીસે મયુર પારેખના ગોધરા ખાતેના બે રહેણાંક મકાન, તેઓની મેડીકલ સ્ટોર્સ સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
શિક્ષણની મહત્વની જગ્યાઓ સત્વરે ભરવી જરુરી
ત્યારે આજરોજ મયુર પારેખને દાહોદની કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં. જેમાં પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રૂા. 1 લાખની લાંચ લેતાં ઝડપાઈ જવાના બનાવ બાદ દાહોદ જિલ્લાના શિક્ષણ આલમમાં સ્તબ્ધતા મચી જવા પામી છે. શિક્ષણ જગતમાં અનેક ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે. દાહોદ જિલ્લાનું શિક્ષણ આમેય દિન પ્રતિદિન કથળી રહ્યું છે તેની પાછળ મુખ્ય કારણે ક્યાંકને ક્યાંક લાંચીયા અધિકારીઓના કારણે શિક્ષણ મામલે દાહોદ જિલ્લો હાલ પણ પાછળ રહેતું આવ્યું છે.જેથી શિક્ષણ વિભાગની મહત્વની જગ્યાઓ સત્વરે ભરવામા આવે તેવી પ્રબળ લોકમાંગ પ્રવર્તિ રહી છે.