હથિયાર પરવાના વગર ફેસબુકમાં ફોટો મુકવા બદલ બે સામે કાર્યવાહી; દારૂના ગુનામાં સાત માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો | Two prosecuted for posting photo on Facebook without firearms license; Accused who had been on the run for seven months in alcohol crime was caught | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Two Prosecuted For Posting Photo On Facebook Without Firearms License; Accused Who Had Been On The Run For Seven Months In Alcohol Crime Was Caught

મોરબી18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા અને રાજકોટ શહેર ત્રણ પોલીસ મથકના ઇંગ્લિશ દારૂના ચાર ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં થોડી ઘણી લાઇકસ મેળવવા માટે હથિયાર સાથે ફોટો પોસ્ટ કરવો યુવક અને તેના ભાઈને ભારે પડ્યો હતો. જેમાં એસ.ઓ.જી. ટીમે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો
બનાવની મળતી વિગત મુજબ, મોરબી એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી. કે, મોરબી તાલુકા પોલીસ, વાંકાનેર તાલુકા પોલીસ અને રાજકોટ શહેર ડીસીબી પોલીસમાં નોંધાયેલ ઇંગ્લિશ દારૂની હેરાફેરીના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતો ફરતો આરોપી વિજય છેલાભાઇ મીર હાલ મોરબીની રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપી વિજય મળી આવતા તેને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવક અને તેના ભાઈને હથિયાર સાથે ફોટો મુકવો ભારે પડ્યો
બનાવની મળતી વિગત મુજબ, માળીયા ખાતે રહેતા જુનેદ શકુરભાઈ જેડા નામના યુવકે તેના ફેસબુક આઇડી પર હથિયારનો પરવાનો કે લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયાર સાથે ફોટો અપલોડ કર્યો હતો. જેને પગલે એસ.ઓ.જી.ટીમે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવતા હથિયાર તેના ફઈના દીકરા અવેશ કાદરભાઈ ભટ્ટી હોવાનું તેમજ તેમની પાસે આ હથિયારનું લાયસન્સ છે. છતાં તેમણે પણ લાયસન્સ ધારકની શરતનો ભંગ કરીને આ પ્રકારે હથિયાર આપ્યું હોવાથી એસઓજી ટીમે બંને સામે માળિયા પોલીસમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous Post Next Post